Gujarat Rain: હાલમાં ગુજરાતમાં વરસાદ પોતાનું કામ કરી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદ વિશે નવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગે આપેલા પાંચ દિવસનાં મેપ પ્રમાણે, વરસાદનું જોર થોડું ઘટતું દેખાઇ રહ્યુ છે. કેટલાક સ્થળોએ વરસાદ નહીં થવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યુ છે.
ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તે અંગેની આગાહી કરવામાં આવી છે. આજે 25મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબીમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લાઓના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
મંગળવારે 26મી તારીખે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે 27 તારીખે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
28 તારીખ ગુરૂવારે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની આગાહી છે. એ જ રીતે શુક્રવારે 29મી તારીખે ક્યાંક ક્યાંક અમી છાંટણા થઈ શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે આગાહી પ્રમાણે મેઘરાજા બેટિંગ કરે છે કે કેમ??