વરસાદ વિશે સૌથી પહેલી આગાહી કરવામાં આવી છે. સોમવારે હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે પણ પોતાનું પહેલું અનુમાન જાહેર કર્યુ છે. સ્કાઇમેટ પ્રમાણે, આ વખતે વરસાદ સામાન્યથી ઓછો રહેશે. આ વખતે સામાન્ય વરસાદ થવાની માત્ર 25 ટકા જ સંભવના છે. 94 ટકા વરસાદ થવાનું અનુમાન છે. દુષ્કાળની પણ 20 ટકા સંભાવના છે. હકીકતમાં લા નીના પુરૂં થઇ ચૂક્યુ છે અને આગામી દિવસોમાં અલ નીનોને કારણે વરસાદ નબળું રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી ચોમાસા 2023 અંગેનું પ્રથમ પૂર્વાનુમાન કરેલું છે અને હવે ભારે વાયરલ થઈ રહ્યું છે
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, દેશમાં ચોમાસું આ વખતે સામાન્ય રહેશે. ચોમાસામાં 96 ટકા વરસાદ થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે “દક્ષિણ પશ્ચિમ ચોમાસા 2023 અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ રવિચંદ્રન અને IMDના DGM ડૉ. એમ મહાપાત્રા દ્વારા સંબોધિત કરી હતી. આ વર્ષે દેશમાં સામાન્ય ચોમાસું રહી શકે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 96% રહેવાનો અંદાજ છે.
જો કે આ આગાહી બાદ હવામાન વિભાગ મે મહિનામાં બીજો અંદાજ જારી કરશે એવું પણ હવામાન વિભાગનું કહેવું છે. તેમણે આગળ વાત કરી કે અલ નીનોની અસર ચોમાસા દરમિયાન જોવા મળી શકે છે. અલ નીનોની અસર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જોવા મળશે. તો વળી અલ નીનોની વધુ અસર જોવા મળશે નહીં એવું પણ વિભાગે ઉમેર્યું હતું. ડીજીએમ એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ચોમાસાની સામાન્ય સ્થિતિ છે. હળવાથી સામાન્ય કરતાં વધુ ચોમાસાની 67% શક્યતા છે. એટલે કે જો, આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ બદલાશે તો ચોમાસાને લઈને ફેરફાર જોવા મળી શકે છે.
હાલમાં અમદાવાદમાં આકરો ઉનાળો પડી રહ્યો છે. ત્યારે હવે ફરીથી 3 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નવી આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી, અમરેલીમાં 39.4, વડોદરામાં 40, ભાવનગરમાં 38.5, ભુજમાં 39.4, છોટાઉદેપુરમાં 39.3, ડાંગમાં 40.2, ડીસામાં 39.1, દ્વારકામાં 29.2, ગાંધીનગરમાં 38.2, જામનગરમાં 34.4, જૂનાગઢમાં 39.5, નલિયામાં 34.6, પંચમહાલમાં 39.8, પાટણમાં 41, રાજકોટમાં 38.6, સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી દિવસોમાં આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે આજથી 3 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટને પગલે શહેરીજનોને પણ ખાસ સાવચેત રહેવાની ફરજ પાડી છે. બીજી બાજુ, આજે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચી પણ ગયું છે. રાજ્યમાં માવઠાના માર વચ્ચે આગ ઝરતી ગરમીથી ગુજરાતીઓ શેકાઇ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ઉચકાઇ રહ્યો છે અને લોકોને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.