હું તેને ટીવી પર જોઈને મોટો થયો છું, ક્યારેય સચિનની બરાબરી નહીં કરી શકું: 49મી સદી બાદ ભાવુક થયો વિરાટ કોહલી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Cricket News : વિરાટ કોહલી (Virat Kohli) હાલ બેજોડ ફોર્મમાં છે. કોહલીએ સાઉથ આફ્રિકા સામે 49મી વન ડે સદી ફટકારીને ખુબ જ પ્રશંસા મેળવી હતી. તેણે પોતાના બાળપણના હીરો સચિન તેંડુલકરની (Sachin Tendulkar)  વન ડેમાં રેકોર્ડ સદીની બરાબરી કરી હતી. વિરાટની સદી બાદ તેંડુલકરે કોહલીને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ હંમેશા કહેતો આવ્યો છે કે તે બાળપણથી જ ટીવી પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને જોતો આવ્યો છે. અને હવે તેના હીરોના રેકોર્ડની બરાબરી કરવી તે તેના માટે એક ખાસ ક્ષણ છે. વિરાટને તેની વિસ્ફોટક સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદ વિરાટે પોતાના બાળપણના હીરો માટે જે કહ્યું તેનો વીડિયો ફેન્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

 

 

અલબત્ત, વિરાટ કોહલી સચિનની 49 સદીની સમકક્ષ પહોંચી ગયો છે, આમ છતાં તેણે કહ્યું હતું કે તે ક્યારેય પોતાના હીરો સાથે મેચ નહીં કરી શકે. મેન ઓફ ધ મેચ કોહલીએ પોતાના 35માં જન્મદિવસને યાદગાર બનાવ્યા બાદ એવોર્ડ સેરેમનીમાં કહ્યું કે, “તમારા હીરોના રેકોર્ડની બરાબરી કરવી ખુબ જ મોટું સન્માન છે. તે બેટિંગની દ્રષ્ટિએ ‘પરફેક્ટ’ રહ્યો છે. આ એક ખાસ ક્ષણ છે. હું ક્યાંથી આવ્યો છું તે દિવસોને હું જાણું છું, હું તે દિવસો જાણું છું જ્યારે મેં તેને ટીવી પર જોયો હતો. તેમની પાસેથી પ્રશંસા મેળવવી એ મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.”

 

 

‘સચિનનો સંદેશ મારા માટે ખાસ છે’

કોહલીની 49મી સદી બાદ રવિન્દ્ર જાડેજાની પાંચ વિકેટની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવીને આઇસીસી વર્લ્ડ કપમાં સતત આઠમી જીત નોંધાવી હતી. અત્યારે તો આ બધું વધારે પડતું છે.”

‘આ એક પડકારજનક મેચ હતી’

કોહલીએ કહ્યું હતું કે ચાહકોએ આ મેચને તેના માટે ખૂબ જ ખાસ બનાવી હતી. “આ એક પડકારજનક મેચ હતી. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ટીમ સામે રમતી વખતે સારું પ્રદર્શન કરવાની પ્રેરણા કદાચ હતી. લોકોએ મારા જન્મદિવસને વધુ ખાસ બનાવ્યો. મને સમજાયું કે તે કંઈક બીજું જ હતું. જ્યારે ઓપનરો તે (ઝડપી) શૈલીમાં શરુઆત કરે છે, ત્યારે તમને લાગે છે કે પીચ ઘણી આસાન હોય છે. જોકે બોલ જૂનો થયા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.

 

Breaking: ઇઝરાયેલે ગાઝા સિટી પર કર્યો સૌથી ખતરનાક હુમલો, ગાઝા પટ્ટીને બે ભાગમાં ફાડી નાખી

 દિલ્હી છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ઝેરી હવાનો રેકોર્ડ તોડશે! હવા પ્રદૂષણે તંત્રથી લઇ આમ નાગરિકોના નાકમાં દમ કરી દીધૂ!!

દિવાળીના તહેવારની જ અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, વાતાવરણમાં થશે મોટી હલચલ, ભોગવવા માટે તૈયાર રહેજો

 

વિરાટે તોડ્યો ગેલનો રેકોર્ડ

વિરાટ કોહલીને રેકોર્ડ 12મી વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે 11 વખત આ એવોર્ડ જીતનાર ક્રિસ ગેલને પાછળ છોડી દીધો હતો. કોહલીએ કહ્યું, “હું રેકોર્ડ કરવા માંગતો નથી પરંતુ માત્ર રન બનાવવા માંગુ છું. મને ક્રિકેટ રમવાની મજા આવે છે જે હવે વધુ મહત્વનું છે અને હું ટીમ માટે ફરીથી ફાળો આપવા માટે સક્ષમ છું. હું ખુશ છું કે હવે હું ફરીથી તે કરી શકું છું જે હું ઘણા વર્ષોથી કરી રહ્યો છું.

 


Share this Article