એકદમ નાની ઉંમરે અમદાવાદના કુશ પટેલે લંડનમાં કર્યો આપઘાત, 11 દિવસ બાદ તો લાશ મળી, જાણો શું હતું કારણ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarati News : લાખો કરોડો ખર્ચીને તમારા સંતાનને કેનેડા, અમેરિકા, લંડન ભણવા મોકલતા હોવ તો હવે માતાપિતાએ વિચારવાનો સમય આવી ગયો છે. કારણ કે, બની શકે છે ડોલરમાં કમાવાની લાલચમાં તમે દીકરો ગુમાવી શકો છો. લંડનમાં ભણવા ગયેલો અમદાવાદના (ahemdabad) પાટીદાર યુવક કુશ પટેલના (kush patel) મોતના સમાચાર આવ્યા છે. તેના ગુમ થયાના 10 દિવસ બાદ કુશ પટેલની લાશ લંડન બ્રિજ (London Bridge) પાસેથી મળી આવી છે. તેની લાશ પાણીમાં એટલી કોહવાઈ ગઈ છે કે, ઓળખાય તેવી હાલતમાં પણ રહી નથી. પરંતું બાયોમેટ્રિક અને ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહ કુશ પટેલનો હોવાની પુષ્ટિ કરી છે.

હજી ગત વર્ષે જ લંડન ગયો હતો કુશ 

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતો કુશ પટેલ ગત વર્ષે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. ગત વર્ષે 2022 ના વર્ષે તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું હતું. પરંતું 10 ઓગસ્ટથી કુશ પટેલનો કોઈ સંપર્ક થયો નથી. તે 10 ઓગસ્ટ બાદથી કોઈને જોવા મળ્યો નથી. અમદાવાદમાં રહેતા તેના માતાપિતા આ કારણથી ચિંતાતુર બન્યા હતા. કુશનો સંપર્ક ન થયા તેઓએ કુશના રૂમમેટ સાથે વાત કરી હતી, પરંતું રુમમેટને પણ તેના વિશે કોઈ ખબર ન હતી. તેથી તેના માતાપિતાએ લંડનની વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના બાદ લંડન પોલીસે હાલ કુશની શોધખોળ શરૂ કરી છે. બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા.

મિત્રોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ

જે બાદ તેઓએ કુશની શોધખોળ હાથ ધરી હતી. તેઓએ અનેક જગ્યા શોધવા છતાં કોઈ ખબર મળી ન હતી. જેથી તેઓએ વેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ ફરિયાદના આધારે તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, તો લોકેશનના આધારે પણ શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યું હતું. જ્યાં જઈને તપાસ કરતા પોલીસને કુશ મળ્યો ન હતો.

19મી રાત્રે મળી આવ્યો હતો મૃતદેહ

જે બાદ 19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજના એક છેડેથી એક મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ મૃતદેહ અને ચહેરાનો ભાગ સાવ સડી ગયેલો હોવાથી પોલીસ પણ તેની ઓળખ કરવામાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જે બાદ પોલીસે કુશ ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા હતા. જે મૃતદેહ સાથે મેચ થઈ ગયા હતા. જે બાદ પોલીસે આ મૃતદેહ કુશ પટેલનો જ હોવાની પુષ્ટિ કરી હતી.

મુખ્યમંત્રી નિવેદન આપતા’તા ત્યારે જ તેમના પગ પાસે સાપ આવ્યો, કહ્યું- બાળપણમાં હું તેને ખિસ્સામાં લઈને ફરતો હતો

આ લોકો નહીં જીવવા દે! હવે તો કેશ ઓન ડિલિવરીમાં પણ ઓનલાઈન શોપિંગમાં મોટો ખતરો, જાણી લો ફટાફટ

પરિવારમાં  શોકનું મોજું ફરી વળ્યું

જે બાદ પોલીસ દ્વારા આ અંગેની જાણ કુશના મિત્રોને તથા કુશના પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ કરી તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકે આર્થિક સંકડામણના કારણે લંડન બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. યુવકની આત્મહત્યાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

 

 


Share this Article