અમદાવાદના કેટલાક ભાગોમાં શનિવારે વહેલી સવારે અને શુક્રવારે મોડી રાત્રે વાવાઝોડું અને ઝરમર વરસાદ પડ્યો હતો. શુક્રવારે રાત્રે શહેરના કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે આકાશ વાદળછાયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી સેલ્સિયસ સામાન્ય કરતાં 2.4 ડિગ્રી ઓછું હતું. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સે. હતું.
ગઈકાલે પણ હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસની આગાહીમાં ત્રીજા દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના હતી. ત્યારે આગાહી પ્રમાણે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો.
ગઈકાલે સવારે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં સવારે ચોમાસાની જેમ વરસાદ ખાબક્યો હતો. સાથે જ ગાજવીજ સાથે કરા પણ પડ્યા હતા. ધાનેરના બોડર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બાપલા, કુંડી, વાછોલ, માંડલમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
આજે સોના ચાંદીનો ભાવ ધડામ થયો, એક તોલાના ભાવમાં સીધો આટલાનો ઘટાડો, ખરીદવું હોય તો મોકો છે
રાજ્યમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો છે. ગઇકાલે ગઇકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વઢવાણ તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભચાઉ તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે જામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શંકરપુરા ગામે આજે ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં એકાએક વીજળી પડતા ગામમાં બનાવેલ બે વર્ષ જૂનો ચબૂતરો ધરાશાયી થઈ ગયો જતો.જેમાં અંદાજે 200 જેટલા કબુતરો મોતને ભેટ્યા હતા.