દારૂની હેરાફેરી માટે જાત-જાતના કિમીયા અજમાવવામાં આવતાં હોવાનું સામે આવતું હોય છે. ત્યારે ફરી એક વખત આવી જ રીતે દારૂનો જથ્થો મળી આવ્યો છે. ગુજરાત ST બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. દીવ-ગાંધીનગરની વોલ્વો બસને ગીર સોમનાથની ઉના પોલીસે રોકી હતી અને તપાસ કરતા બસની ઉપરના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વિગતો મળી રહી છે કે વોલ્વો બસ નંબર GJ07 YZ 6631ના ડ્રાઈવર અને કન્ડક્ટરને ઉના પોલીસ સ્ટેશન લવાઈને કાયેદસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. આ અગાઉ દીવ ચેક પોસ્ટ નજીક વણાંકબારા પોલબંદર રૂટની ST બસમાંથી પણ દારૂ ઝડપાયો ત્યારે ઘટનાની ખુબ ચર્ચા કરવામાં આવી હતી. હવે બુટલેગરની ભૂમિકામાં એસટી વિભાગના કર્મચારીઓ પણ સામે આવ્યા છે. બે મહિનામાં બીજીવાર એસટી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે
આજના કેસમાં એવું જાણવા મળી રહ્યું છે કે દીવ-ગાંધીનગરની વોલ્વો બસમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ઉના પોલીસે વોલ્વો બસમાં તપાસ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પડાયો છે.
દીવ-ગાંધીનગર જતી વોલ્વો બસ નં. GJ07 YZ 6631માં દારૂ હોવાની બાતમી મળતા જ ઉના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગુનેગારોને ઝડપી પાડ્યા છે. બસની ઉપરના ભાગે આવેલ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ડ્રાઇવર અને કંડકટરને વિદેશી દારૂના જથ્થા સાથે ઉના પોલીસ સ્ટેશન ખાતે લઇ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.