Commercial LPG Price hikes: નવેમ્બર પહેલા મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો થયો છે.
નવા દરો બુધવાર એટલે કે 1 નવેમ્બર, 2023થી અમલમાં આવ્યા છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1833 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા 1 ઓક્ટોબરે પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 209 રૂપિયાનો વધારો થયો હતો.
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે, પરંતુ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે જ્યારે કોલકાતામાં 14 કિલોનો સિલિન્ડર 929 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. મુંબઈમાં એલપીજીની કિંમત 902.5 રૂપિયા છે, જ્યારે ચેન્નાઈમાં ઘરેલું ગેસ સિલિન્ડર 918.5 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત
આ વધારા બાદ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1833 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1943 રૂપિયા થઈ ગઈ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર મુંબઈમાં 1785.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1999.50 રૂપિયામાં મળશે.