અલ્પેશ કારેણા: નવરાત્રિ પર દેવી દુર્ગાની સાથે કન્યાઓની પૂજા કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર કન્યાની પૂજા કર્યા વિના દેવીની પૂજા અધૂરી છે. આ જ કારણ છે કે માતા રાનીના આશીર્વાદ મેળવવા માટે લોકો અલગ અલગ રીતે કન્યાઓની પૂજા કરતાં હોય છે.
ત્યારે જામ જોધપુરમાં જે ઉદાહરણ સામે આવ્યું એ ખરેખર આખા ગુજરાતને કંઈક શીખવે છે. ખાસ કરીને અમીરોને સલાહ લીધા જેવી વાત છે. આખા જામનગરમાં પ્રખ્યાત અને 1965થી સેવામાં અડીખમ એવા મહેન્દ્ર જ્વેલર્સના હાલમાં ચારેકોર વખાણ થઈ રહ્યા છે.
કારણ કે મહેન્દ્ર જ્વેલર્સ દ્વારા 4800 દીકરીઓને 10 લાખ રૂપિયાના ખર્ચે અઢારે વરણની દીકરીઓને સોનાનો દાણો ભેટ રૂપે બિલકુલ નિ:શુક્લ પણે વિતરણ કરવામાં આવ્યો છે.
મહેન્દ્ર જ્વેલર્સ વિશે વાત કરીએ તો 1965થી આ બિઝનેસ સાથે સંકળાયેલ છે. આખા જામનગરમાં સૌથી મોટા શોરૂમમાં જો કોઈનું નામ આવે તો મહેન્દ્ર જ્વેલર્સનું નામ અવ્વલ નંબરે આવે છે.
છેલ્લા 7-8 વર્ષમાં સૌથી વધારે પ્રગતિ કરનાર મહેન્દ્ર જ્વેલર્સના ભાવ પણ વ્યાજબી અને સર્વિસ પણ સારી છે. મહેન્દ્ર જ્વેલર્સના માલિક અને સેવાભાવી જીવ ધરાવતા સુરજભાઈ મહેન્દ્રભાઈ રાણીંગા વાત કરતાં જણાવે છે કે હું દર વર્ષે અહીં નવરાત્રિમાં મેઈન સ્પોન્સર તરીકે રહેતો. નાની મોટી ગરબીમાં પણ દાન આપતો.
આ સાથે જ પહેલા દીકરીઓને 1000-1500 ઘડિયાળ અને નાની મોટી વસ્તુઓનું વિતરણ કરતો. પરંતુ આ વખતે વિચાર્યું કે કઈક અલગ કરવું છે અને સોનાનો દાણો દરેક દીકરીઓને ભેટ આપવાનું નક્કી કર્યું.
સુરજભાઈ જણાવે છે કે જ્યારે આ સોનોનો દાણો દીકરીઓને ભેટ આપવાનું નક્કી કર્યું ત્યારે ટાર્ગેટ એવો હતો કે 5 લાખનો ખર્ચ થાય અને 2000 દીકરીઓને દાન આપવાનો લ્હાવો મળે તો આપણે ધન્ય છીએ.
પરંતુ જેમ જેમ તેઓ ભાણવડ અને જામ જોધપુર તાલુકામાં ગયા એમ એમ એમને દાન કરવાનું મન વધારે થયું અને હાલમાં તેઓ 4800 દીકરીઓને સોનાના દાણાની નિ:શુલ્ક ભેટ આપી ચૂક્યા છે જેમાં એમને 10 લાખ જેવી માતબર રકમનો ખર્ચ આવી ગયો છે. જો કે સુરજભાઈનું કહેવું છે કે હજુ પણ કોઈ દીકરી આવે તો હું એને ના નથી પાડતો. ભાણવડ અને જામ જોધપુર તાલુકાના લગભગ ગામમાં સુરજભાઈએ દીકરીઓને સોનાના દાણાનું દાન કર્યું છે.
ખરા અર્થમાં કન્યાપૂજન કરનાર સુરજભાઈ જણાવે છે કે મને ખર્ચાની ચિંતા નથી. કારણ કે આપવાવાળાને ભગવાન હંમેશા આપી જ દેતો હોય છે. બસ ભગવાન બધા લોકોને આવી સદબુદ્ધિ આપે અને જરૂરિયાત મંદ દીકરીઓને સાચી સેવા પહોંચે તો આપણું કંઈક સારુ કર્મ ઉપરવાળા પાસે લખાય.