કોલેજમાં ભણતાં ભણતાં સૌ યુવાનો મોજ શોખ, મજા કરતા હોય છે જ્યારે કચ્છના આ યુવાનોનું જૂથ ભણતાં ભણતાં ફ્રી સમયમાં ચકલીઓ, અન્ય પક્ષીઓ અને પર્યાવરણ માટે અનોખા સેવા કાર્યો કરી રહ્યા છે. કચ્છના ભુજથી ૧૩ કિમી પહેલા આવતા કુકમા ગામના યુવાનોનું એક એવું જૂથ કે જેઓના પર્યાવરણલક્ષી કાર્યને ખરેખર દાદ દેવી પડે તેમ છે. સમગ્ર દેશના અનેક રાજ્યોમાં તેમના કાર્યની સુહાસ પહોંચી છે અને લોકો તેમના આ કાર્યમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે. આવો જોઈએ તેમના કાર્યો અને તેનું સુંદર પરિણામ.
મૈત્રીભાવ ગ્રુપ કુકમાનાં યુવાનો છેલ્લા સાત વર્ષથી સેવ સ્પેરો કેમ્પેઈન ચલાવી રહ્યા છે. આ તમામ યુવાનોએ સાત વર્ષની સખત મહેનતથી ૨૫ હજારથી વધુ ચકલી ઘર, બર્ડ ફીડર, પાણીના કુંડા, માટીના ચકલી ઘર અલગ અલગ જગ્યાએ લગાવ્યા અને લોકોને વિતરણ કરી લુપ્ત થતી ચકલીઓ અને પક્ષીઓ માટે લોકોમાં જાગૃતિ ફેલાવી કાર્ય કર્યું છે. તેઓએ અત્યાર સુધી ભારતભરમાં ૫૦૦ થી વધુ ગામડાઓ અને શહેરોમાં લોકોના ઘરે ઘરે ચકલી ઘર અને બર્ડ ફીડરના પાર્સલ પડતર કિંમતે મોકલાવી લોકોને ચકલીઓ માટે જાગૃત કર્યા છે.
વોટસએપ ગ્રુપમાં ભારતમાંથી ૨૦૦ થી વધુ લોકો
સેવ સ્પેરો કેમ્પેઈનના સ્થાપક અને સંચાલક ભાવિક ચૌહાણ જણાવે છે કે તેમણે આ કાર્યની શરૂઆત પોતાના ઘરેથી ખૂબ નાના પાયે બૂટ ચપ્પલના બોક્ષમાંથી ચકલી ઘર બનાવીને અને ચકલીઓ માટે ચણ મૂકીને કરી હતી. તેમાં તેમને ખૂબ સારું પરિણામ મળ્યું ધીરે ધીરે ગામના મિત્રો હેમાંગ પરમાર અને અમિત ચૌહાણ, વિશાલ ચૌહાણ, જીગર વરું, નયન પરમાર, બંસરી સોની , પ્રતિક ગોહિલ સાથે મળી હજુ વધારે બોક્ષમાથી ચકલી ઘર બનાવીને ગામમાં અલગ અલગ જગ્યાએ મંદિર, રેલવે સ્ટેશન પર લગાવ્યા. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે ચકલીઓ માટેના કાર્યમાં અમને આટલી મોટી સફડતાં મળશે. સ્વપ્ન જરૂર જોયા હતા તેને પોતાની ડાયરીમાં પણ નોંધ્યા હતા પરંતુ અભ્યાસ સાથે આટલું બધું સાકાર થઈ જશે તેની કલ્પના નહોતી કરી. ટીમના સૌ મિત્રોના સહિયારા પ્રયાસો અને સખત પરિશ્રમ ગ્રામજનો અને અન્ય અનેક લોકોના સહકારથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શક્યા છીએ અને ધીરે ધીરે ચકલીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
એક પછી એક યુવાનો જોડાયા
હાલમાં આ યુવાનો પક્ષીઓને ખોરાક માટે દર મહિને ૨૫૦ કિલો જેટલું ચણ પક્ષીઓને આપી રહ્યા છે. પક્ષીઓ માટે ગામમાં અલગ અલગ જગ્યાએ બર્ડ ફીડર ની વ્યવસ્થા કરી છે જેમાં ચણ ભરી દે છે જે એક અઠવાડિયા સુધી ચાલે છે. દર રવિવારે તેઓ આ બર્ડ ફીડર માં ચણ ફરીથી ભરી આવે છે. તેઓના કાર્યને જોઈ ગામના અનેક લોકો અને યુવાનો શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યમાં જોડાયા છે. શાળાના વિદ્યાર્થીઓને જાગૃત કરવા પર વધુ ભાર મૂકી રહ્યા છે જેથી એક વિદ્યાર્થી પોતાના ઘરના લોકોને સમજાવે તો એમ કરતાં કરતા અનેક ઘરોમાં પક્ષીઓ અને પર્યાવરણ બાબતે જાગૃતિ આવે અને આવનારી પેઢી પણ સમજદાર બને.
આ રીતે થઈ શરૂઆત
શરૂઆત માત્ર ૩૦ રૂપિયાથી કરી હતી આજે કુલ એક લાખ રૂપિયાની કિંમતના ચકલી ઘર, બર્ડ ફીડર ખરીદી અલગ અલગ જગ્યાએ લગાવી અને લોકોને પડતર કિંમતે વિતરણ કરી છે. અત્યારે દાતાઓ અને સેવાભાવી લોકો ગ્રામજનો નો પણ સહયોગ મળી રહ્યો છે. ચકલી આપની સાથે આપણા ઘરમાં અને આસપાસ વસતું એવું પક્ષી છે જેને તાજુ જન્મેલું બાળક પણ સવારે ઉઠતાવેંત સૌથી પહેલા સરસ મજાનું ચકલીના ચી… ચી… ચી… નો કલરવ સાંભળે છે અને તેને જુએ છે. બાળક બોલતા શીખે ત્યારે પણ શરૂઆતમાં તે ચકી… બોલતા શીખે છે. એ જ ચકલી હવે ધીરે ધીરે ધ્વનિ પ્રદૂષણ, વાહનોની સતત અવર જવર નો ઘોંઘાટ, મોબાઈલ ટાવરના રેડીયેશન, ખેતીમાં જંતુનાશક રસાયણયુકત દવાનો ઉપયોગ, નળિયા વાળા ઘરની જગ્યાએ પાકા છતવાળા ઘર વગેરે કારણે ચકલીઓને રહેવા અને માળો બાંધી બચ્ચા ઉછેરવા જગ્યા નથી મળી રહી. તેથી તેઓ હવે ગમે ત્યાં ટ્યુબ લાઈટ પર કે પંખા પર ગાડીમાં પણ માળો બાંધી નાખે છે.
ચકલીઓનું પ્રમાણ શા માટે ઘટી રહ્યું છે?
આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે ધ્વનિ પ્રદૂષણ, મોબાઈલ ટાવરના રેડિયેશન, છત વાળા પાકા મકાન બની જતા ચકલીઓ અને અન્ય પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે. અનેક શહેરોમાં ચકલીઓ તેમજ અન્ય કેટલાક પક્ષીઓ નાશ થવાના આરે પહોંચી ગયા છે ત્યારે આ યુવાનો ચકલીઓ અને અન્ય પક્ષીઓની સંખ્યા વધારવા તેમને રહેવા ઘર, ખોરાક પાણીની વ્યવસ્થા કરે છે લોકોને શાળાના બાળકોને જાગૃત કરી રહ્યા છે.
ગરબામાંથી ચકલી ઘર
નવરાત્રી બાદ રંગીન ગરબાઓ તળાવમાં પધરાવવામાં આવતા હોય છે તેમાં રહેલ કેમિકલયુક્ત રંગ પાણી પ્રદૂષણ ફેલાવે છે અને જળચર જીવો માછલી કાચબાને નુકસાન પહોંચાડે છે. આ ગરબાનો ઉપયોગ જો પક્ષીઓ ઘર માટે કરીએ તો માતાજીના પવિત્ર ગરબમાંથી એક જીવ ને રહેવા ઘર મળી જાય તે હેતુથી આં યુવાનોએ છેલ્લાં બે વર્ષથી ગરાબામાંથી ચકલી ઘર બનાવી અલગ અલગ જગ્યાએ લગાડ્યા છે. જેમાં ચકલીઓ માળો બનાવી રહે પણ છે. યુવાનોના આં જૂથે પક્ષીઓ માટે વૃક્ષો પણ વાવ્યા છે.
ચકલીઓની સંખ્યા વધારવા શું કરવું?
દરેક વ્યક્તિએ પોતાના ઘરે અને આસપાસના વિસ્તારમાં ચકલી ઘર, પાણીના કુંડ, ચણ મૂકવું જોઈએ. ચકલી ઘર એવી જગ્યાએ મૂકવું કે જ્યાં સૂર્યનો સીધો પ્રકાશ તેના પર ન પડે, વરસાદમાં પલળી ના જાય અને બિલાડી કે શિકારી પક્ષીઓ ત્યાં સુધી પહોંચે નહિ. એક ચકલી ઘરમાં ચકલી વર્ષમાં ચાર થી પાંચ વખત ઈંડા મૂકે છે. એક સાથે બે ત્રણ ચાર ઈંડા પણ મૂકે છે બચ્ચાંને ઉછેરે છેમાળામાં અને મોટા થતાં બચ્ચાં માળામાંથી ઉદી જાય છે. ચકલી પોતે ક્યારેય માળામાં રહેતી નથી તે ઊંડા મૂકી બચ્ચાંને ઉછેરવા માટે માળો બનાવે છે. ઘર ચકલી ક્યારેય ઝાડ પર માળો બનાવતી નથી. તે ઘરની રવેશમાં, ખૂણા ખાંચા વાડી જગ્યામાં ઘરની આસપાસ માળો બનાવે છે. ઘર ચકલી ઝીણા જીવડાં, ઈયળ, ચોખા, બાજરો, કાંગ ખાય છે. જે ઘઉં કે જુવાર ખાતી નથી માટે ચકલીને ઘઉં કે જુવાર ન આવી ચોખા બાજરો કાંગ આપી શકાય. શિયાળામાં બાજરો વધુ ખાય છે ઉનાળામાં ચોખા બાજરો બંને ચાલે.
આ યુવાનોની અન્ય વિવિધ પ્રવૃત્તિઓ:
ફ્રી સમયમાં યુવાનો સેવ સ્પેરો કેમ્પેઈનના કાર્ય સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન , કૂતરાઓ માટે રોટલા કે લાપસી બનાવી કૂતરાઓને આપવી,વૃક્ષારોપણ વગેરે જેવા અનેક કર્યો કરી રહ્યા છે.
તેઓએ છેલ્લા બે વર્ષમાં ગરાબામાંથી પણ ચકલી ઘર બનાવી અલગ અલગ જગ્યાએ લગાવ્યા છે.
છેલ્લા બે વર્ષથી દેશની સૌથી કઠિન બોર્ડર સિઆચેન ખાતે દેશની રક્ષા કરી રહેલા સૈનિકોને રક્ષાબંધન પર રાખડી અને પત્રો મોકલી રહ્યા છે.
જબ્બર હોંશિયાર નીકળ્યો હિડનબર્ગ, એક જ ચાલ અને અદાણી-અંબાણી વચ્ચેની સ્પર્ધા જ જડબેસલાક બંધ થઈ ગઈ
ઈસકો બોલતે હૈ છપ્પર ફાકડે દિયા… એક લાખ રોકનારાને મળ્યા એક કરોડથી પણ વધારે, આ સ્ટોકે માલામાલ કરી દીધા
આજના દિવસે ખાસ સંદેશ
આ યુવાનોને ચકલી દિવસ નિમિત્તે કહેવું છે કે હાલમાં દેશમાં ચારેકોર વિકાસ, પ્રગતિ, ઉદ્યોગોના લીધે કાંટાળા વૃક્ષો કપાતા જાય અને એવા વૃક્ષોની અછત સર્જાતી જાય છે. જેના લીધે ચકલીને રહેવાના અને માળો બનાવવાના ફાંફાં પડે છે. પહેલા નળિયાવાળા મકાન હતા અને છતવાળા મકાન થઈ ગયા છે. જેના કારણે ચકલીનું રહેઠાણ ખોરવાઈ ગયું છે. લોકો મકાન બનાવે અને સુખ સુવિધા ભોગવે એના સામે કોઈ વાંધો નથી પણ જો મકાનમાં અચુક માળા લગાવે તો ચલકી માટે પણ રહેવામાં તકલીફ ન પડે અને આપણી આસપાસ સતત ચકલીનો મધુર અવાજ ગુંજતો રહે.