Manish Sisodia Arrested By CBI:દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડને લઈને ‘આપ’ સહિત વિપક્ષના ઘણા નેતાઓ કેન્દ્ર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. હવે ઉદ્ધવસેનાના સાંસદ સંજય રાઉતે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે જે રીતે સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર તેના વિરોધીઓનો અવાજ બંધ કરી રહી છે.
રાઉતનું કહેવું છે કે જે કોઈ પણ સરકાર સામે સવાલ પૂછે છે તેની ઈડી અને સીબીઆઈનો ડર બતાવીને ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે ટોણો માર્યો કે શું ભાજપમાં હિમાલયમાંથી આવેલા તમામ સંતો બેઠા છે. જીવન વીમા (LIC), SBI, LIC કોણે લૂંટી? મનીષ સિસોદિયા હોય કે રાહુલ ગાંધી, બધા જ સરકારને સવાલો પૂછી રહ્યા છે. તેથી જ તેમની સાથે આવું થઈ રહ્યું છે.
केंद्र सरकार ने कल से आम आदमी पार्टी के लगभग 80% नेतृत्व को गिरफ़्तार कर लिया है । @SanjayAzadSln @AapKaGopalRai @AdilKhanAAP और दर्जनों विधायक, पार्षद , लोकसभा इंचार्ज, ज़िला अध्यक्ष कल से पुलिस हिरासत मैं है।
ये संकेत लोकतंत्र और आज़ादी के लिए अच्छे नहीं है ।
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 27, 2023
‘સિસોદિયા સાથે ઊભા રહીશું’
રાઉતે વધુમાં કહ્યું કે ભાજપ ગમે તેટલું જુલમ કરે. અમે બોલતા રહીશું અને અમારી પાર્ટી મનીષ સિસોદિયા સાથે ઉભી રહેશે. તે જ સમયે CBI સૂત્રોએ દાવો કર્યો છે કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સોમવારે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ તેને કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાવશે.
મનીષ સિસોદિયા એટલે અડધી દિલ્હી સરકાર! હવે 2024માં AAPની નૈયા કોણ હંકારશે, કેજરીવાલ બરાબરના ભીંસાયા
‘કેજરીવાલ સિવાય અમારી આખી ટીમની ધરપકડ કરવામાં આવી’
આપ પાર્ટી આ મામલે સતત કેન્દ્ર પર નિશાન સાધી રહ્યા છો. AAP નેતા સૌરભ ભારદ્વાજે ટોણો માર્યો કે કેન્દ્ર સરકારે ગઈકાલથી આમ આદમી પાર્ટીના લગભગ 80 ટકા નેતૃત્વની ધરપકડ કરી છે. ડઝનબંધ ધારાસભ્યો, કાઉન્સિલરો, લોકસભાના પ્રભારીઓ, જિલ્લા પ્રમુખો પોલીસ કસ્ટડીમાં છે. લોકશાહી અને સ્વતંત્રતા માટે આ સંકેતો સારા નથી.