સીબીઆઈ થોડીવારમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. તપાસ એજન્સી સ્પેશિયલ સીબીઆઈ જજ એમકે નાગપાલ પાસે સિસોદિયાની કસ્ટડીની માંગણી કરશે. સીબીઆઈએ 8 કલાકની પૂછપરછ બાદ રવિવારે સિસોદિયાની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે સિસોદિયા પ્રશ્નોના યોગ્ય જવાબ આપી રહ્યા નથી. સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં પ્રદર્શન કરી રહી છે.
આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. AAPએ કહ્યું કે અમે દિલ્હીમાં બીજેપી ઓફિસનો ઘેરાવ કરીશું. જુલાઈ 2022 માં, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સક્સેનાએ સિસોદિયા પર નિયમોની અવગણના કરીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ED અને CBIએ સિસોદિયા વિરુદ્ધ તપાસ શરૂ કરી. આ કેસમાં નવા ટેન્ડર બાદ ભાજપે દારૂના કોન્ટ્રાક્ટરોને 144 કરોડ માફ કર્યાનો ખોટો આરોપ લગાવ્યો છે.
અદાણી તો ડૂબ્યાં જ ડૂબ્યાં પરંતુ LICને પણ ડૂબાડી! લાખો કરોડોનું નકસાન, આંકડા જોઈને તમને ઝાટકો લાગશે
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. તેમની સુરક્ષા દળો સાથે અથડામણ પણ થઈ હતી. મહિલા કાર્યકરો અને મહિલા પોલીસ દળ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. પોલીસે બધાને બહાર જવાની ચેતવણી આપી. આમ આદમી પાર્ટી દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. પંજાબ, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. અનેક જગ્યાએ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. રવિવારે દિલ્હીમાં અટકાયત કરાયેલા 26 AAP નેતાઓને સોમવારે મુક્ત કરવામાં આવ્યા હતા. પાર્ટી ઓફિસ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીબીઆઈ ઓફિસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.