પોરબંદરમાં વાવાઝોડાના પગલે વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે બજારો સ્વયંભૂ બંધ રાખી, સોની બજાર સહિતની તમામ બજાર બંધ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

પોરબંદરમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજૂ દરિયાકાંઠે 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે . ત્યારે વાવાઝોડાની અસરથી પોરબંદરની તમામ બજારો બંધ રાખવામાં આવી છે .પાલિકા સંચાલિત સિટી બસ સેવા પણ બંધ કરાઈ છે .આશરે 40 જેટલા જર્જરિત મકાનો ખાલી કરાવાયા છે. સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે .લોકોને ભોજન અને રહેવાની જરૂરીયાતો પૂરી કરવા તંત્ર પણ સજ્જ છે. વીજ વિભાગ પણ એલર્ટ આગમચેતીના ભાગરૂપે સતત કાર્યરત છે. પોલીસ પણ ખડેપગે સુરક્ષામાં ઉભી છે.

porbandar

વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખી

પોરબંદરમાં વાવાઝોડાની અસરથી બજાર બંધ જોવા મળ્યા હતા. ત્યારે સુદામાં ચોક, માણેકચોક, સોની બજાર સહિતનાં તમામ બજાર બંધ હતા. વેપારીઓએ સાવચેતીનાં ભાગરૂપે સ્વયંભૂ બજારો બંધ રાખ્યા હતા. વાવાઝોડાને પગલે પોરબંદર ભાવે પવન ફૂંકાયો હતો.

porbandar

દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા

પોરબંદરનાં દરિયામાં વાવાઝોડાની અસર વર્તાઈ હતી. ત્યારે પોરબંદરમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. તેમજ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. તેમજ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

porbandar

દરિયામાં 30 ફૂટ ઉંચા ઉછળી રહ્યાં છે મોજા

પોરબંદરનાં દરિયામાં વાવાઝોડાની ભારે અસર છે. વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં 30 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. તેમજ પવનને કારણે દરિયા કિનારે ઉભું રહેવું પણ મુશ્કેલ બન્યું હતું.

પોલીસ કાફલા સાથે પાલિકાના કર્મચારીઓએ કરી કામગીરી

વાવાઝોડાને પગલે પોરબંદર નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ હતી. નગરપાલિકા દ્વારા ભયજનક તેમજ જર્જરિત મકાનો ખાલી કરાવ્યા હતા. પોલીસ કાફલા સાથે પાલિકાનાં કર્મચારીઓએ કામગીરી કહી હતી. તેમજ લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા હતા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ બન્યું હતું.

આ પણ વાંચો

જય હો ગુજરાત! સાઈક્લોન વોર્નિંગ સિસ્ટમ, શેલ્ટર હોમ… ચક્રવાતના વિનાશથી લોકોને બચાવવા માટેનું મહાન અભિયાન

મહા વાવાઝોડું ગુજરાતની ધરતીને ટકરાઈ ગયું, આ રીતે ધીરે ધીરે વિનાશ વેરાશે, આવું હશે તબાહીનું દ્રશ્ય, જાણો બધુ જ

હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

ભારે પવનને કારણે જર્જરિત થયો હતો વીજપોલ

પોરબંદરમાં વાવાઝોડાને લઈને વીજ વિભાગ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે દરિયાકાંઠે જર્જરિત વીજપોલ તોડી પડાયો હતો. ભારે પવનનાં કારણે વીજપોલ જર્જરિત થયો હતો. ત્યારે પોલીસની દેખરેખ હેઠળ કામગીરી કરાઈ હતી. ત્યારે અગમચેતીનાં ભાગરૂપે PGVCL દ્વારા કામગીરી કરાઈ છે.


Share this Article
TAGGED: ,