એક નાનકડું કારણ અને જુનાગઢમાં આખા પરિવારે સામુહિક આપઘાત કરી લીધો, પતિ-પત્ની અને દીકરાનું કરૂણ મોત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : જૂનાગઢમાં (Junagadh) એક પરિવારે સામુહિક આપઘાતનો (Mass suicide) પ્રયાસ કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી થવા લાગી છે. આપઘાતના પ્રયાસ બાદ પતિ, પત્ની અને પુત્રએ દમ તોડી દેતા અરેરાટી મચી જવા પામી છે, પરિવારના સદસ્યોએ ઝેરી દવા ગટગટાવી મોતની સોડ તાણી લેતા જૂનાગઢમાં ચકચાર મચી છે. મોત પાછળનું પ્રાથમિક કારણ બહાર આવ્યું કે કૌટુંબિક ઝગડાથી કંટાળી જઇ આ પરિવારના લોકોએ જીવાદોરી ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે.

વિકાસભાઈએ (Vikasbhai) દવા પી લીધા બાદ તેના ગામમાં રહેતા મિત્રને જાણ કરી હતી. તેઓ વાડીએ પહોંચ્યા હતા. બાદમાં ૧૦૮ને જાણ કરવામાં આવતા વંથલી, માણાવદર અને જૂનાગઢની બે ૧૦૮ એમ્બ્યુલન્સ સાંતલપુરની સીમમાં પહોંચી હતી. આ પરિવારના ચારેય સભ્યોને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં વિકાસભાઈ, તેના પત્ની મીનાબેન અને પુત્ર મનનને મૃત જાહેર કરાયા હતા, જયારે પુત્રી હેપ્પીની ગંભીર હાલત હોવાથી તેણીને સારવારમાં દાખલ કરવામાં આવી હતી.

 

પતિ-પત્ની અને દીકરાનું મૃત્યુ, દીકરીની હાલત ગંભીર

દવાની ઝેરી અસર બાદ હેપી દુધાત્રા નામની દીકરી હાલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી  છે. જ્યારે મનન વિકાસભાઈ દુધાત્રા (ઉ વ. 12), વિકાસ રમણીકભાઈ દુધાત્રા (ઉવ.45) અને હીનાબેન વિકાસભાઈ દુધાત્રા (ઉ.વ. 45) ના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાબડતોબ બનાવ સ્થળે દોડી આવી હતી. જ્યાં મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાય છે.

 

‘ગદર 2’ રિલીઝ થતાં જ ‘ગદર 3’ પર મોટું અપડેટ, દિગ્દર્શકના પુત્રનો ખુલાસો, સાંભળીને વિશ્વાસ નહીં આવે

કિન્નરોને ખાસ આ વસ્તુઓનું દાન કરો, ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે, જીવનમાં એકેય કામમાં નિષ્ફળતા નહીં આવે!

ફરીથી આકાશમાંથી તોફાન વરસશે, 15 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

 

આ પરિવારે શા માટે ઝેરી દવા પી અંતિમ પગલું ભર્યું તેનું કોઈ કારણ હજુ સામે આવ્યું નથી. સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ, કોઈ સ્યુસાઈડ નોટ કે વીડિયો મળ્યા નથી. આમ, આ પરિવારના આપઘાતનું કારણ અકબંધ છે. આ અંગે જાણ થતા પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યાની ઘટનાથી વંથલી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

 


Share this Article