ભવર મીણા ( માઉન્ટ આબુ): હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં કમોસમી વરસાદ તુટી પડશે. જો કે આગાહી સાચી પડી હોય તેમ છેલ્લા ત્રણ ચાર દિવસથી બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધરતી પુત્રો ચિંતિત બન્યા છે.
જોકે બુધવારના બપોર બાદ ગિરિ મથક માઉન્ટ આબુમાં કરા સાથે વરસાદ શરૂ થયો હતો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ગાજ વીજ સાથે વરસાદી માહોલ સર્જાતાં ધરતીપુત્રોની ઊઘ ઊડી ગઈ છે.
ફાગણમાં હોળી ધુળેટીના રંગો ઉત્સવ વચ્ચે મેઘ ગર્જના અને વીજળીના ચમકારા તેમજ પવનના સૂસવાટા સાથે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડ્યો છે.
જેના કારણે રવી પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં કરા સાથે વરસાદ પડતાં માર્ગો પર સફેદ ચાદર પથરાયેલી જોવા મળી હતી.
સતત વાતાવરણમાં ત્રણથી ચાર દિવસથી પલટો આવતા અને કાળા ડીમાગ સાથે વાદળો ઘેરાઈ આવતા ખેડૂતોની ઊઘ ઊડી ગઈ છે.
શ્રી રામ સિવાય બીજું કોઈ હોળીકા દહન કરશે તો તેનું પણ એવું જ… બસ ત્યાર પછી ગુજરાતના આ ગામમાં હોળી બંધ
ખેતરોમાં લહેરાતો વરિયાળી બટાકા જીરું ઘઉં, એરંડા સહિતનો તૈયાર કે ,મોઢે આવેલો કોળીયો છીનવાઈ જાય તેવી ભિતી સેવાઈ રહી છે.