હાલમાં વાપીમાં 51 શક્તિપીઠ મંદિર અને ગૌશાળાના લાભાર્થે એક લોક ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ડાયરાના કલાકાર માયાભાઈ આહીર અને લોકગાયીકા ગીતાબેન રબારી ઉપસ્થિત થયા હતા. ત્યારે કલાકાર માયાભાઈ આહીરે પઠાણ ફિલ્મ બાબતે સ્ટેજ ઉપ થી નિવેદન આપ્યું હતું કે ફિલ્મ બનાવએ એ લોકોએ પણ જોવું જોઈએ કે ક્યુ લુગડું કયા સારું લાગે અને લોકોની ધાર્મિક ભાવનાઓનો પણ આદર કરીને ખ્યાલ રાખવો જોઈએ. આવા શબ્દોથી માયાભાઈ આહીરે પણ પઠાણ ફિલ્મના બોયકોટને સમર્થન આપ્યું હતું. તો ગીતાબહેન રબારીએ કહ્યું હતું કે લોકોની ધાર્મિક ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ. આમ એક પછી એક ડાયરાના કલાકારો પણ પઠાણ ફિલ્મ અંગે નિવેદનો આપતા રહે છે.
રાજભા ગઢવીનો પણ પિત્તો ગયો
ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે આ પહેલાં રાજભા ગઢવીએ પણ નિવેદન આપ્યું હતું, રાજભાનું કહેવું હતું કે, ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા લે. પઠાણ ફિલ્મ રિલીઝ ન થવું જોઈએ. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ. બીજી બાજુ પઠાણ ફિલ્મને લઈને અધુરામાં હિન્દુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. મુસ્લિમ સંગઠને પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનોએ પણ ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન પર નારાજગી વ્યક્ત કરી છે. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઔસફ શાહમીરી ખુર્રમે પઠાણ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધ લગાવ્યો છે.
શાહરૂખ ખાનને નથી કોઈની બીક
આ પહેલા શાહરૂખ ખાનના નિવેદનની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને લઈને ચારેબાજુ હોબાળો મચી ગયો છે. શાહરૂખ ખાન લગભગ 4 વર્ષ પછી મુખ્ય અભિનેતા તરીકે પુનરાગમન કરવા જઈ રહ્યો છે અને તેના ચાહકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. ફિલ્મ ‘બેશરમ રંગ’નું પહેલું ગીત રિલીઝ થયું અને તેની સાથે જ દીપિકા પાદુકોણની ભગવા બિકીની પર હોબાળો શરૂ થઈ ગયો છે. જો કે, શાહરૂખ ખાન પોતાની ફિલ્મના વિવાદ વચ્ચે કોલકાતા પહોંચી ગયો હતો અને અહીં ફિલ્મને લઈને સર્જાયેલા હંગામા અંગે મૌન તોડ્યું હતું. કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલા શાહરૂખ ખાને પણ પોતાની ફિલ્મ અંગેના આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
શાહરૂખ ખાને કહ્યું કે કેટલાક લોકો એવા છે જે સોશિયલ મીડિયા પર નકારાત્મકતા ફેલાવવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે સિનેમા એ સમાજને બદલવાનું માધ્યમ છે. શાહરુખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે, ‘કેટલાક દિવસોથી અમે અહીં નથી આવ્યા, તમને મળી શક્યા નથી, તમને મળ્યા નથી, પરંતુ હવે દુનિયા સામાન્ય થઈ ગઈ છે. હા, અમે બધા ખુશ છીએ, હું સૌથી વધુ ખુશ છું. અને મને એ કહેવામાં કોઈ વાંધો નથી કે દુનિયા ભલે ગમે તે કરે… હું અને તમે અને બધા જ સકારાત્મક લોકો… જીવિત છીએ.
ઈન્દ્રભારતી બાપુએ પણ કર્યો વિરોધ
પઠાણ ફિલ્મને લઈ રાજભા ગઢવી, કચ્છના મહંત અને એ બાદમાં હવે ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધનો સુર રેલાવ્યો હતો. જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ પઠાણ ફિલ્મને લઈ મરાઠી ભાષામાં વિરોધ કર્યો છે. ઈન્દ્રભારતી બાપુએ ફિલ્મમાંથી આવા અશ્લીલ દ્રશ્યો હટાવવાની માગણી કરી છે. ઈન્દ્રભારતી બાપુનો મહારાષ્ટ્ર સરકારને અપીલ કરતો પણ વીડિયો વાયરલ થયો છે. આ વિરોધમાં બાપુએ કહ્યું કે, આ ફિલ્મ રિલિઝ થવી ન જોઈએ અને જો ફિલ્મ નહી તો આવા દ્રશ્યો ફિલ્મ માંથી દૂર કરવા જોઈએ.