મહેસાણામાં યુવતીના લગ્નના દિવસે જ ટેટ-2ની પરીક્ષા હોવાથી લગ્નના ફેરા ફરી તે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચી હતી. પરીક્ષા દરમિયાન યુવતીની વિદાય રોકી રાખવામાં આવી હતી કારણ કે, લગ્નના મૂર્હુત પછી તરત જ પરીક્ષાનો ટાઈમ હોવાથી તેણે લગ્નની વીધિ પતાવી તે પરીક્ષા કેન્દ્ર પહોંચી હતી ત્યારબાદ પરીક્ષા પૂર્ણ કરી ઘેર આવીને વિદાય લીધી હતી.
યુવતીના પિતા શુ કહ્યું?
યુવતીના પિતાએ જણાવ્યું કે, અમે નયના લગ્નનું મૂહુર્ત અગાઉ કઢાવી લીધું હતું અને ત્યારે ટેટ-2ની પરીક્ષાની તારીખ થોડા દિવસ પહેલા જ જાહેર થઈ અને કોલલેટર અઠવાડિયા પહેલા જ નીકળ્યા હતા. ત્યારે નયના માટે લગ્ન અને પરીક્ષા આપવી બંન્ને જરૂરી હતી એટલે અમે યોગ્ય મૂર્હુતે લગ્ન પણ થઈ જાય અને પરીક્ષા પણ આપી શકે તેવું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે, અમારી નયના ભણવામાં પહેલાથી જ ખૂબ જ હોશિયાર હતી તેણે BSC અને B.edમાં સારી ટકાવારી પણ લાવેલી છે ત્યારે તેને ટેટ-2 પરીક્ષા અપાવવી ખૂબ જરૂરી હતી જેને લઈ પહેલા લગ્નની વીધિ પતાવી નયનાને પરીક્ષા આપવા માટે મોકલી દીધી હતી અને પરીક્ષા આપ્યા બાદ તેને વિદાય અપાઈ હતી
ઈદ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, સોનાની જ્વેલરી ખરીદશો તો થશે આટલો ફાયદો, જાણો તમારા ફાયદાની વાત
જાનૈયાઓએ યુવતીની રાહ જોઈ હતી
મહેસાણાના ખેરાલુમાં નયના નામની યુવતીના લગ્નનું મૂહુર્ત આજે જ હતુ તો બીજી તરફ ટેટ-2ની પરીક્ષા પણ આજે યોજાવાની હતી જેને લઈ સવારે લગ્નવિધી કર્યા બાદ બપોરે પરીક્ષા આપવા યુવતી પહોચી હતી. અમદાવાદ ખાતે પરીક્ષા આપ્યા બાદ યુવતીના પરિવારજનોએ દિકરીને વિદાય આપી હતી. પરીક્ષા દરમિયાન વરરાજા અને જાનૈયાઓએ યુવતીની રાહ જોઈ હતી.