Gujarat News: મહેસાણાથી એક છેતરપિંડીના સમાચાર સામે આવી રહ્યા છે કે લોનના નામે 2 કરોડ 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. અહીં હેપ્પી લોન નામની કંપની બનાવી આ સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાની વિગતો સામે આવી છે. ઠગ કંપનીએ 27 હજાર લોકોનું ફૂલેકું ફેરવ્યું હોવાની માહિતી સામે આવી છે. હેપ્પી લોન નામની કંપની દ્વારા કરોડોનું ફૂલેકું ફેરવ્યાની વિગતો સામે આવતા જ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જાગી છે.
વિગતો મળી રહી છે કે આ કેસમાં આરોપી દ્વારા ગરીબ લોકો તેમજ વિધવા મહિલાઓને પણ નિશાન બનાવી તેમની સાથે ચીટીંગ કરી ફરાર થઇ ગયા છે. આરોપી દ્વારા ગરીબ અને મધ્યમ લોકો પાસેથી પૈસા ઉઘરાવીને તેમને લોન આપવાની લાલચ આપી હતી. હાલમાં આરોપીઓ કંપની બંધ કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. આ મસગ્ર કૌભાંડ હેપ્પી લોન કંપની દ્વારા ચેનલ પીન સિસ્ટમથી સભ્યો બનાવી ષડયંત્ર રચ્યું હતું.
એક એવું પણ કાવતરું કર્યું કે 1000 રૂપિયાની લોનના બીજા સભ્યો બનાવો તો જ લોન મળે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. સાથે જ વેબસાઈટ પર આ કંપનીમાં 26,000 સભ્યો બન્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આખા ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી, આજે આટલા જિલ્લામાં મેઘો ધબધબાટી બોલાવી દેશે, જાણો આગાહી
આ આખા કૌભાંડમાં પિયુષ વ્યાસ નામના ઠગબાજે લોકોને છેતર્યા છે. આ આખા કૌભાંડમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઠગોએ સબસીડી અને ઈનામની પણ લાલચ આપી હતી. સાથે જ ઝીરો ટકા વ્યાજ અને 50 ટકા સબસીડીની લાલચ લોકોને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાઇબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોને લોભામણી લાલચો આપી તેમની પૈસા લઇ ભાગી જતા લેભાગુ તત્વોનો પણ રાફડો ફાટ્યો છે.