Skymet rainfall forecast : રાજ્યમાં વરસાદને લઈ હવામાન એજન્સી સ્કાયમેટની (Weather agency Skymet) આગાહી સામે આવી છે. સ્કાયમેટ એજન્સીના (Skymet Agency) જણાવ્યા અનુસાર રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહીંવત છે તેમજ દક્ષિણ પૂર્વિય વિસ્તારમા વરસાદી માહોલ રહેશે. વધુમાં જણાવ્યું છે કે, મહીસાગર, પંચમહાલ, વડોદરા, વાપી, ડાંગ, નવસારીમાં વરસાદ વરસી શકે છે. જ્યારે ગોધરા,સુરતમાં હળવો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે.
સ્કાયમેટની આગાહી
સ્કાયમેટ એજન્સી જણાવ્યું કે, મહીસાગર, પંચમહાલ, ભરૂચ તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભવાના છે. દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં વરસાદની સંભવાના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના હતી પરંતુ હવે હવામાન સાફ હોવાનું જણાવ્યું છે. જ્યારે વડોદરા, સુરત, વલસાડ, તાપી સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાતો શુ જણાવે ?
બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાતો જણાવે છે કે ચોમાસાના વિદાયની પ્રક્રિયા હવે શરૂ થશે, જોકે ચોમાસું વિદાય લેવા છતાં પણ છૂટોછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે, કેમ કે અરબી સમુદ્રમાં તા.28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ ગરમીનું જોર વધશે અને ઓક્ટોબરમાં લોકોને વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે.
શહેરમાં આજે અને આવતી કાલે વાદળછાયા વાતાવરણની સાથે હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉપરાંત તા.3 ઓક્ટોબર સુધી શહેરનું આકાશ અંશતઃ વાદળછાયું રહેશે. ગઈ કાલે અમદાવાદમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી, જ્યારે આજે સવારે 26.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું.
માહિતી કચેરી પાલનપુરની સેવાને સો સો સલામ: ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીને છાતીમાં દુ:ખાવો ઉપડતા….
‘મારા નામે એકપણ ઘર નથી, પણ દેશની દીકરીઓને મે…’ ગુજરાતમાં PM મોદીએ વિપક્ષને ઝાટકી નાખ્યાં
પરેશ ગોસ્વામીએ શું કહ્યું ?
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ જે બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રની જે સિસ્ટમ હોય છે. તેમાંથી કોઈ જ પ્રકારનાં સિસ્ટમનાં વરસાદની સંભાવના નથી. પણ એક ચોક્કસથી ગણી શકાય કે હમણાં થોડા દિવસ પહેલા એક મોટી સિસ્ટમ આપણી પરથી પસાર થઈ છે. જેનાં કારણે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે બપોરે ગરમી તેમજ તાપમાનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. બપોર પછી જે થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીનાં ભાગ રૂપે વરસાદ આવતા હોય છે. તે છુટા છવાયા વરસાદ આવશે. જેથી જ્યાં વરસાદ પડશે ત્યાં એક થી લઈ બે ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. વરસાદ બાદ થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીનાં કારણે પવનની સ્પીડ વધારે જોવા મળે તેવી સંભાવના છે.