હાલમાં વરસાદના કારણે રાજ્યની સ્થિતિ જોવા જોઈએ તો 207 જળ પરિયોજનાઓમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,51,184 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.83 ટકા નોંધાયો છે.
વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
તો વળી હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત પર હાલ કોઇ એક્ટિવ સિસ્ટમ નથી. જેના કારણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે.
તો વળી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે પણ જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે, હાલ અહીં પણ વધારે વરસાદ થવાની શક્યતા નથી. ક્યાંક એકાદ જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
મુકેશ અંબાણી 28 ઓગસ્ટે કરશે સૌથી મોટું એલાન, શેર માર્કેટને લઈ મોટા સમાચાર માટે થઈ જાઓ તૈયાર
રાજ્યમાં હજી સપ્ટેમ્બર સુધી વરસાદની સિઝન રહેશે. અત્યારે રાજ્યમાં કોઇ એવી સિસ્ટમ નથી જે રાજ્યને પાંચથી સાત દિવસ સુધી વરસાદ આપી શકે. આ દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે.