Gujarat News: હાલમાં ગુજરાતમાં ચારેકોર ગરમીના સમાચાર આવી રહ્યા છે. ત્યારે વધતી ગરમી વચ્ચે આજે ઘણા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરમાંથી ભેજ આવવાના કારણે અમુક વિસ્તારોમાં વરસાદની નવી આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં હાલમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાવાના કારણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તો વળી દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમી અને બફારાના અહેસાસ થશે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
એ જ રીતે ગરમીની આગાહીની વાત કરીએ તો રાજ્યમાં ઘણા વિસ્તારોમાં આજે હિટવેવની સંભાવના છે. પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હિટવેવ થઈ શકે છે. આગામી પાંચ દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ મોટો ફેરફાર નોંધાશે.