હવામાન વિભાગની નવી આગાહીથી હાહાકાર, આગ ઝરતી ગરમી સાથે અનરાધાર માવઠું પડશે, જાણો તમારા જિલ્લાની આગાહી

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતમાં વાતાવરણ ભારે ગોથે ચડ્યું છે. કારણ કે હાલમાં તડકો અને વરસાદ મિશ્ર રીતે જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક નવી આગાહી કરવામાં આવી છે અને જેના કારણે લોકોમાં ફફડાટ મચી ગયો છે. હાલમાં પણ જોવા મળી રહ્યું છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર વ્યાપી ગયો છે. મંગળવારે 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે. ગરમ-સૂકા પવનના કારણે તાપમાનમાં વધારો થયો છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનથી 13-14 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 12 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. 14 એપ્રિલના રોજ વલસાડ, સુરત, નવસારી, સુરત,અમરેલી,ભાવનગર,દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ પડશે. તો આ તરફ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થયો છે. સોમવારે 17 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યા બાદ ગઈકાલે તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં પણ તામપાન 41 ડિગ્રી વટાવી ગયું હતું.

ભારતમા આવું પહેલીવાર થયું, આ ગામમાં એકસાથે 60 ટકા લોકો બિમાર, દરેક ઘરમાં 5 દર્દી, રોગોનો રાફડો ફાટ્યો

ભારતના યુવાનો રાજીના રેડ: SBIમાં 1000થી વધુ નોકરીઓ, 41000 સુધીનો પગાર મળશે, આ રીતે આપી દો ઈન્ટરવ્યુ

હિંડનબર્ગના હોબાળા પછી આખા ગામને વિશ્વાસ ઉઠી ગયો, પરંતુ અદાણી પર LICનો વિશ્વાસ અકબંધ, લીધો મોટો નિર્ણય

હિટવેવની આગાહી કરતા તેઓએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં આકરી ગરમી પણ અમદાવાદીઓને હેરાન કરશે. કેમ કે આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનો પારો 40થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. બપોરના સમયે તો સન્નાટો છવાઈ જાય છે. લોકો આકરા તાપથી બચવા કામ સિવાય ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે આ રીતે ગુજરાતમાં હિટવેવ સાથે સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. જેથી લોકોમાં વધારે ચિંતાનો માહોલ છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly