દિલ્હીને અડીને આવેલા નોઈડામાં અદાણી ગ્રુપના અન્ડર કન્સ્ટ્રક્શન ડેટા સેન્ટરમાં વેલ્ડીંગના કામ દરમિયાન આગ લાગી હતી. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે. ચીફ ફાયર ઓફિસર પ્રદીપ કુમાર ચૌબેએ જણાવ્યું કે સેક્ટર 62ના ઈન્ડસ્ટ્રીયલ સેન્ટરમાં આવેલી ઈમારતમાં મંગળવારે રાત્રે લગભગ 11.20 કલાકે આગ લાગી હતી. જો કે, તે ટૂંક સમયમાં ઓલવાઈ ગઈ હતી. અધિકારીએ કહ્યું કે આ બધામાં કોઈને ઈજા થઈ નથી.
ચૌબેએ જણાવ્યું હતું કે, “સેક્ટર 62માં અદાણી કોનેક્સ ડેટા સેન્ટરના નિર્માણાધીન સાઈટ પર વેલ્ડીંગના કામ દરમિયાન અમુક થર્મોકોલ અને પ્લાસ્ટિકની શીટ્સમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ એકમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. અદાણી કોનેક્સ વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, નોઈડામાં અદાણી ગ્રુપનું આગામી ડેટા સેન્ટર 100 મેગાવોટ આઈટી લોડની ક્ષમતા ધરાવતું હોવાની અપેક્ષા છે અને તે આ વર્ષના અંત સુધીમાં સેવા માટે ખુલશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને હિંડનબર્ગ રિપોર્ટ આવતા અદાણી ગ્રૂપ ચર્ચામાં આવ્યું હતું અને ગૌતમ અદાણીનું સમગ્ર સામ્રાજ્ય હચમચી ગયું હતું.
ભારતથી લઈને આખી દુનિયામાં માત્ર અને માત્ર અદાણીની જ ચર્ચા થવા લાગી. જ્યાં માત્ર 10 દિવસ પહેલા જ ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ હતા. પણ પછી તેની સંપત્તિ પાતાળમાં ગઈ. હિંડનબર્ગના ફટકા બાદ અદાણી ગ્રૂપના શેર સતત ઘટી રહ્યા હતા. એક અંદાજ મુજબ, અદાણીને 10 દિવસમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અદાણી કેસમાં તાજેતરના અપડેટ વિશે વાત કરીએ તો, અદાણી ગ્રુપના શેરમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર ત્રણ ટ્રેડિંગ દિવસોમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં આશરે રૂ. 80,000 કરોડનો ઘટાડો થયો છે. તેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી છે અને તેઓ ફરી એકવાર અબજોપતિઓની યાદીમાં નીચે સરકી ગયા છે.
ગુજરાતીઓ પર ફરીથી માવઠું ત્રાટકશે, આજથી 2 દિવસ અનરાધાર વરસાદ ખાબકશે, આટલા જિલ્લામાં કરા પણ પડશે
IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ 5મી વખત IPL ચેમ્પિયન બનશે! એવો સંજોગ બન્યો કે કોઈ હરાવી જ નહીં શકે
અદાણી 24માં સ્થાને સરકી ગયું છે
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, હિંડનબર્ગના પ્રભાવમાં ઘટાડો અને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં વધારાને કારણે ગૌતમ અદાણી અબજોપતિઓની યાદીમાં 21મા સ્થાને પહોંચી ગયા હતા. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં તેની કંપનીઓના શેરમાં ભારે કડાકો થયો છે, જેના કારણે તે હવે ત્રણ સ્થાન નીચે 24માં નંબર પર આવી ગયા છે. મંગળવારે કારોબારના અંતે અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ તમામ 10 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા હતા.