Gujarat News: લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્યએ કોંગ્રસમાંથી છેડો ફાડ્યા બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. સી.જે. ચાવડા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમના નિવાસસ્થાને રાજીનામું આપશે. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ આજે ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેમના નિવાસ સ્થાને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું.
તો સૂત્રો દ્વારા મળતી માહિતી કોંગ્રેસ ધારાસભ્ય સી.જે. ચાવડા પણ ભાજપના ભરતી મેળામાં જોડાઈ શકે છે. ટૂંક સમયમાં તેમનો ભાજપપ્રવેશ પણ થશે અને તેઓને ફરી એકવાર વિજાપુરની બેઠક પરથી જ ચૂંટણી લડાવાશે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે. આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છે.
“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!
આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….
તમને જણાવી દઈએ કે, ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેડવવાનો ટાસ્ક આપ્યો છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે. ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસમાં કાણું પાડવાનું કામ સોંપ્યું છે. આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છ નેતાઓને ટાસ્ક આપ્યો છે.