મોબાઈલ ફોનનો ઉપયોગ જંગી રીતે વધ્યો છે. મેટ્રો ટ્રેન અને બસમાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં મગ્ન છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે બસ, ટ્રેન અને પબ્લિક પ્લેસમાં ફોનમાં મોટેથી ગીતો સાંભળે છે. ફોન પર પણ મોટેથી વાત કરે છે. આવા લોકો માટે મોબાઈલના ઉપયોગને લઈને નવો નિયમ આવ્યો છે, જેમાં જો તમે બસમાં મુસાફરી કરતી વખતે ફોન પર જોરથી વાત કરો છો અથવા હેડફોન વગર વીડિયો જોશો તો તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. સાથે જ 3 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.
મુંબઈમાં નવો નિયમ લાગુ
હાલમાં, BEST એટલે કે બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) એ બસમાં હેડફોન વિના વીડિયો જોવા માટે જેલ સંબંધી નવો નિયમ બહાર પાડ્યો છે. BEST એ આ અઠવાડિયાથી મોબાઈલ ફોનના સ્પીકર પર વીડિયો જોવા અથવા ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે 25 એપ્રિલે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. નવા નિયમ અંગે જાગૃતિ લાવવા માટે બસોમાં નોટિફિકેશન ચોંટાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવો નિયમ મુંબઈ અને આસપાસના શહેરોના બસ મુસાફરોને લાગુ પડશે.
મુખ્યમંત્રી કાર્યાલયના સીધી ભરતીના કર્મચારીએ ઉચ્ચ અધિકારીનું અપમાન કેમ કર્યું ??
નવો નિયમ કેમ લાવવામાં આવ્યો
મોબાઈલ ફોનને લઈને નવો નિયમ લાવવા પાછળ ધ્વનિ પ્રદૂષણનું કારણ હતું. આ સાથે બસના મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે નવો નિયમ લાવવામાં આવ્યો હતો. નવા પરિપત્ર મુજબ અવાજનું ડેસિબલ લેવલ ઓછું રાખવા માટે નવો નિયમ લાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, કોઈ પણ બસ પેસેન્જરને ફોન પર મોટેથી વાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો તમે સંગીત સાંભળવા માંગતા હો, તો હેડફોન સાથે રાખવું વધુ સારું છે.