મુનમુન દત્તા હંમેશા હેડલાઈન્સમાં રહેતી હોય છે. ક્યારેક કોઈ સકારાત્મક તો ક્યારેક વળી કોઈ નકારાત્મક બાબતે. તે તેની અદ્ભુત સ્ટાઈલ માટે જાણીતી છે.
આજે મુનમુન દત્તા એટલે કે બબીતાજીએ એક એવી તસવીર શેર કરી છે કે ફરી એકવાર તેમની સ્ટાઈલની ચર્ચા થઈ રહી છે.
બારી પાસે પોઝ આપતી મુનમુન દત્તાની તસવીરો વાયરલ થઈ છે. આ તસવીરોમા તે જાણે સૂરજ સાથે રમી રહી હોય તેવુ લાગે છે. તેની આ સ્ટાઈલ તેના ચાહકોને પસંદ પડી રહી છે.
મુનમુન અવારનવાર પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જેને જોઈને માત્ર જેઠાલાલ જ નહીં, ચાહકો પણ તેના દિવાના બની જાય છે.
સોશિયલ મીડિયા ક્વીન મુનમુન દત્તા જેટલી સુંદર છે એટલી જ સ્ટાઇલિશ છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ તેની સ્ટાઈલ દેખાઈ રહી છે.
જો કે હાલ મુનમુન દત્તા સ્ટાઈલ કરતાં વધુ વિવાદોને કારણે વધુ હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં તેની ધરપકડના સમાચાર ખૂબ વાયરલ થયા હતા.
હવે મુનમુન દત્તાએ બહાર આવીને સ્પષ્ટતા કરી છે કે તેની ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તેને નિયમિત પૂછપરછ માટે ત્યાં બોલાવવામાં આવી હતી.