Gujarat News: ગુજરાતમાં નવરાત્રિમાં હાર્ટ એટેકના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા અને ત્યારે આજે વડોદરામાં વધુ બે યુવાનોના હાર્ટ અટેકથી મોત થયાના કિસ્સા સામે આવ્યા છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા યુવાનનું ક્રિકેટ રમતા સમયે હાર્ટએટેકથી મોત થયું છે. તો હવે મોરારિ બાપુએ હાર્ટ એટેકને લઈ મોટું નિવેદન આપ્યું છે અને આખા ગામમાં આ નિવેદનની ચર્ચા થવા લાગી છે. મોરારિ બાપુએ રામકથામાં જણાવ્યુ કે, ‘તાળી પાડવાથી અંતરના પડદા ખોલજો એટલે ઓપરેશન વગર બધી નશો ખુલી જશે.’
બાપુએ રામકથામાં પોતાના નિવેદનમાં કહ્યું તે આપણાં ગામડામાં જ્યારે કોઇને એટેક આવતો ત્યારે કોઇને ખબર ન હોય કે, એટેક આવ્યો છે. તેઓ કહેતા કે છાતીના પાટિયા બેસી ગયા છે. ઘરના કોઇ અમૃતાંજન કે નીલગીરી ચોપડી દે નહીં તો એનું ફાળિયું લઇને થોડું ભઠ્ઠામાં શેકીને થોડો શેક કરી લે. આટલામાં તો આ ઠેકડો મારીને ઉભા થઇ જાય. આ એટેકની તો ખબર જ નહતી. ત્યારે હવે બાપુના આ નિવેદન વિશે આખા રાજ્યમાં ચર્ચાઓ થવા લાગી છે.
બાપુએ કહ્યું કે તાળી પાડવી એ એક શારીરિક વ્યાયામ છે અને તે પાડવાથી ફાયદો થાય છે. ગામડાના માણસો ઉલડી ઉલડીને તાળી પાડતા હતા એટલે એમને એટેક નહતા આવતા. જ્યારે શહેરના લોકોને શરમ આવે. તાળી પાડવાથી અંતરના પડદા ખોલજો એટલે ઓપરેશન વગર બધી નશો ખુલી જશે. હાર્ટની જે નશો હોય તે તાળી પાડવાથી ખુલી જાય. તાળી એ થેરાપી બની ગઇ છે.
નેપાળમાં જ અહીં 520 વર્ષમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો જ નથી, આવશે ત્યારે બધું જ તબાહ કરી નાખશે એ નક્કી
Breaking: ઇઝરાયેલે ગાઝા સિટી પર કર્યો સૌથી ખતરનાક હુમલો, ગાઝા પટ્ટીને બે ભાગમાં ફાડી નાખી
બાપુએ વિગતે માહિતી આપતા કહ્યું કે, આ દેશના ઋષીઓએ વર્ષોથી તાળીને મહત્તવ આપ્યું છે. તાળી પાડવાથી રોગ ન થાય. એટલે જ તાળી પાડીને હરીનામ લેવું તે આરોગ્ય માટે પણ ઉપયોગી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતના ટોપ ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે કોરોના રસી એ હાર્ટ એટેક માટે જવાબદાર નથી, પરંતુ આપણી આજની ઘાતક લાઈફ સ્ટાઈલના કારણે આવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.