પુલવામાં હુમલામાં શહીદ જવાનોના પરિવારની મદદ માટે ફિલ્મ અભિનેતાઓથી લઈને ક્રિકેટર અને ઘણા અધિકારીઓ મદદ કરવા માટે હાથ લંબાવવામાં આવ્યા હતા ત્યારે મોરારી બાપુ પણ સામે આવ્યા હતા. તેમણે આતંકી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને શહીદ જવાનોના પરિવારની આર્થિક મદદ કરવાનું પણ એલાન કર્યું હતું. હવે ફરીથી બોટાદમાં તળાવમાં ડૂબી ગયેલા પાંચ યુવાનોના પરિવારને મોરારિબાપુ દ્વારા આર્થિક સહાય કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 13મેના રોજ બનેલી ઘટનામાં બે યુવાનો તળાવમાં ડૂબતા અન્ય ત્રણ યુવાનો બચાવવા માટે પડ્યા હતા, આ તમામ ડૂબી ગયા હતા અને જેના કારણે મોત થયા હતા. આર્થિક મદદની સાથે બાપુ તરફથી શાલ પણ પહોંચાડવામાં આવશે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મળી રહી છે કે 13 મેના રોજ બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલાં 5 યુવાનોનાં ડુબવાના સમાચારે સમગ્ર બોટાદ જિલ્લામાં હાહાકાર મચાવી દીધો હતો. તળાવમાં ન્હાવા પડેલાં 2 યુવાનોને ડુબતા જોઈને અન્ય 3 યુવકો બચાવવા માટે તળાવમાં પડ્યા હતા.
આ ઘટનામાં પાંચ આશાસ્પદ યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મૃત્યુના સમાચાર મળ્યા હતા જેને લઈને રામકથાકાર મોરારિબાપુ દ્રારા શ્રધ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી હતી. પ્રત્યેક મૃતકના પરિવારજોને હનુનામજીની સંવેદના રાશિ રુપે 20 હજાર રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. ત્યારે આ સતકર્મને લઈ બાપુના ચારેકોર વખાણ કરવામાં આવી રહ્યા છે.