અડધું પાકિસ્તાન ડૂબી ગયું છે, રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની પડી ફરજ, 30 મિલિયન લોકો અસરગ્રસ્ત અને 1000ના તો મોત થઈ ચૂક્યા છે

Lok Patrika
By Lok Patrika
Share this Article

પૂરના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. સ્વાત અને સિંધુ નદીઓના જર્જરિત સ્વરૂપને કારણે લગભગ અડધો દેશ ડૂબી ગયો છે. આ પૂરથી 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 1000થી વધુ લોકોના મોત થયા છે. આ બગડતી પરિસ્થિતિને જોતા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે ઇસ્લામાબાદ સ્થિત રાજદૂતો, ઉચ્ચાયુક્તો અને અન્ય પસંદગીના રાજદ્વારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને દેશમાં પૂરની ભયંકર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

અહેવાલ મુજબ બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતમાં સ્થિતિ સૌથી ખરાબ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર પાકિસ્તાનમાં 14 જૂન પછી સિંધ પ્રાંતમાં સૌથી વધુ મોત થયા છે. દેશનો લગભગ 70 ટકા વિસ્તાર પૂરની ઝપેટમાં છે. કરાચીથી પંજાબ, બલુચિસ્તાન સુધીની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. પર્યાવરણ મંત્રી શેરી રહેમાનના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં આઠ વખત ચોમાસાનો માહોલ જામ્યો છે, જ્યારે દર વર્ષે સરેરાશ માત્ર ત્રણ વખત આવું થાય છે. અહીં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. દેશના ઘણા ભાગોમાં બસો અને ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી છે.

ગૃહમંત્રી સના ઉલ્લાએ કહ્યું છે કે પૂરની સ્થિતિમાં જાન-માલની સુરક્ષા માટે સેનાને તૈનાત કરવામાં આવી છે. દેશમાં ઈમરજન્સી છે અને સુરક્ષા દળો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. એક દાયકા પછી પૂરની આવી પાયમાલી જોવા મળી રહી છે. દેશમાં 7 લાખ મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે ક્ષતિગ્રસ્ત છે અને બીજી તરફ લગભગ 57 લાખ લોકો બેઘર થઈ ગયા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly