હાલમાં જ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો કે ભારતનો 90 ટકા હિસ્સો હીટવેવના ડેન્ઝર ઝોનમાં છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસના તારણ મુજબ આ આંકડો આપવામા આવ્યો છે. જે ચોંકાવનારો છે. ગરમીના પ્રકોપથી છેલ્લાં 50 વર્ષમાં 17,000થી વધુ મોત થયા છે. ત્યારે હવે અમદાવાદમાં એક સરસ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેનાથી શહેરીજનોમાં ખુશીનો માહોલ છે. આજથી અમદાવાદના 58 સિગ્નલ પર સમય 25 સેકન્ડથી ઘટાડીને 20 સેકન્ડ કરી દેવાયો છે. તેમજ અમદાવાદમાં આજથી કેટલાક ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે.
મહત્વના ટ્રાફિક સિગ્નલ પર સમય મર્યાદા પણ ઘટાડી દેવામાં આવી છે. આજથી અમદાવાદના 127 ટ્રાફિક સિગ્નલ બંધ જ કરી દેવામાં આવ્યા છે. આજથી બપોરે 12થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. તો સાંજે 4 વાગ્યા પછી ટ્રાફિક સિગ્નલ રાબેતા મુજબ ચાલુ પણ કરી દેવાશે જેની સૌએ નોંધ લેવી. એએમસી દ્વારા પણ શહેરના બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે જે પણ હાલમાં રાહતના સમાચાર છે.
આને કહેવાય અસલી ડર! Atique Ahmedના નજીકના મિત્રો, સગા-વ્હાલા એમ થઈને 3000 લોકોના ફોન અચાનક સ્વિચ ઓફ
વાહનચાલકોને હાલાકી ન થાય તે માટે ટ્રાફિક પોલીસ અને AMC એ મોટો નિર્ણય લીધો છે. આજથી બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી લોકોને વધુ સમય સિગ્નલ પર ઉભા રહીને તપવુ નહિ પડે. આ સમાચાર વહેતા થતાંની સાથે જ અમદાવાદીઓને હાશકારો અનુભવાયો છે.