હવે જો કોઈએ વાઈડ કે નો બોલ ફેંક્યો તો… ધોનીએ બોલરોને આપી દીધી ખુલ્લી જ ચેતવણી, કેપ્ટનશિપ પણ છોડી દેશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

IPL 2023 માં, સોમવારે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને આ સિઝનનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. મહેન્દ્ર સિંહ ધોનીની સીએસકેએ 20 ઓવરમાં 7 વિકેટે 217 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સ જીતની નજીક આવવાનું ચૂકી ગઈ. કેએલ રાહુલની ટીમ 205 રન બનાવી શકી અને 12 રનથી મેચ હારી ગઈ. આ જીત બાદ પણ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમથી નારાજ જોવા મળ્યા અને તેણે મેચ બાદ ખેલાડીઓને ચેતવણી પણ આપી. ખેલાડીઓની ભૂલથી ધોની નારાજ થઈ ગયો અને તેણે કેપ્ટનશીપ છોડવાની વાત પણ કરી.

મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું, “અમારે ફાસ્ટ બોલિંગમાં વધુ સુધારો કરવાની જરૂર છે. અમારે પરિસ્થિતિ અનુસાર બોલિંગ કરવાની છે. વિપક્ષી બોલરો શું કરી રહ્યા છે તેના પર નજર રાખવી જરૂરી છે. બીજી એક વાત છે, બોલરોએ નો બોલ અને વાઈડથી બચવું પડશે અથવા તો નવા કેપ્ટનના નેતૃત્વમાં રમવું પડશે. આ મારી બીજી ચેતવણી છે અને પછી હું નીકળી જઈશ.

‘પીચ અંગે શંકા હતી’

ધોનીએ આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે આ એક શાનદાર હાઈ સ્કોરિંગ મેચ હતી. અમે બધા વિચારતા હતા કે વિકેટ કેવી હશે. અમને વિકેટ અંગે શંકા હતી. મને લાગ્યું કે વિકેટ ધીમી હશે. પરંતુ, તે એવી વિકેટ હતી જેના પર તમે રન બનાવી શકતા હતા. અમારે એ જોવાનું છે કે આગામી ઘરઆંગણાની મેચોમાં વિકેટ કેવી રીતે વર્તે છે. આશા છે કે, અમે ભવિષ્યમાં પણ આના પર રન બનાવીશું.

CSKના બોલરોએ 13 વાઈડ અને 3 બોલ ફેંક્યા હતા

ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે કુલ 13 વાઈડ બોલ ફેંક્યા અને 3 નો બોલ ફેંક્યા. ચેન્નાઈએ વધારાના રૂપે કુલ 18 રન આપ્યા હતા. આમાં 2 લેગ બાય પણ છે. બોલરો સતત વાઈડ ફેંકવાના કારણે CSKનો ઓવર રેટ પણ ધીમો હતો. દીપક ચહરે સૌથી વધુ 5, તુષાર દેશપાંડેએ 4 અને રાજવર્ધન હંગરગેકરે 3 વાઈડ ફેંક્યા હતા.

શા માટે દર વર્ષે ટોલના દરો વધે, શું છે સરકારની નીતિ? કોને મળે છે છૂટ? જાણો ટોલ ટેક્સને લઈ જરૂરી બધી જ વાતો

યાત્રીગણ કૃપયા ધ્યાન દે… ટ્રેનમાં ચડતા જ તમને મળે છે 5 અધિકાર, 99 ટકા લોકોને ખબર જ નથી, મુસાફર બની જાય રાજા

વિશ્વની સૌથી મોંઘી કેરી, 1 કિલોના ભાવમાં 4 તોલા સોનું આવી જાય! 1 પીસ ખરીદવા માટે પણ પરસેવો પડી જશે

સાથે જ તુષારે ત્રણેય નો બોલ પણ ફેંક્યા હતા. પ્રથમ મેચમાં પણ ચેન્નાઈના બોલરોએ 2 નો બોલ નાખ્યા હતા અને તે ટીમ માટે મોટો ફટકો હતો. કારણ કે આ 2 બોલમાં 14 રન આવ્યા હતા. ધોનીએ તેના બોલરોને સ્પષ્ટ કરી દીધું છે કે જો નો બોલ અને વાઈડ પર લગામ નહીં લગાવવામાં આવે તો તે કેપ્ટનશિપ છોડી દેશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly