Atumobile નામની નવી ઇલેક્ટ્રિક વાહન બ્રાન્ડે ભારતમાં ઇલેક્ટ્રિક બાઇક AtumVader લોન્ચ કરી છે. આ નવી બાઇકને કેફે રેસર ફોર્મેટમાં તૈયાર કરવામાં આવી છે. આ બાઇકને 99,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી છે અને કંપનીનો દાવો છે કે તેને પ્રારંભિક કિંમતે રજૂ કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કિંમત ફક્ત પ્રથમ 1000 ખરીદદારો માટે જ લાગુ થશે.
AtumVader ઇલેક્ટ્રિક બાઇક કંપનીની સત્તાવાર વેબસાઇટ પર રૂ. 999ની કિંમતે પ્રી-બુકિંગ માટે પણ ઉપલબ્ધ છે. આ બાઇક કુલ પાંચ રંગોમાં ઉપલબ્ધ છે જેમાં લાલ, સફેદ, વાદળી, કાળો અને ગ્રે સમાવેશ થાય છે. સિંગલ ચાર્જ પર દોડશે 100 કિમી: કંપનીએ દાવો કર્યો છે કે ઈલેક્ટ્રિક કેફે રેસર બાઇક એટુમોબાઈલ સિંગલ ચાર્જ પર 100 કિમીની રાઈડિંગ રેન્જ સાથે આવશે. બાઇકની ટોપ સ્પીડ 65kmph સુધી મર્યાદિત રાખવામાં આવી છે. આ બાઇક 2.4kWh બેટરી પેક દ્વારા સંચાલિત છે. AtuVader e-Bike ટ્યુબ્યુલર ચેસિસ પર બનેલ છે અને તેને 14 લિટરની બૂટ સ્પેસ પણ મળે છે. આ સિવાય બાઇકમાં LED સ્ક્રીન અને ટેલ-લેમ્પ પણ ઉપલબ્ધ છે.
Etumobileના સ્થાપક વંશી જી કૃષ્ણાએ જણાવ્યું હતું કે, “અમે અમારા R&D નિષ્ણાતોની મદદથી ભારતીય રસ્તાઓ અને રાઇડર્સને ધ્યાનમાં રાખીને આ ઇલેક્ટ્રિક બાઇક ડિઝાઇન કરી છે અને શૂન્ય-ઉત્સર્જન સુવિધાઓ છે. આ એક ટકાઉ ઇલેક્ટ્રિક બાઇક છે. નવી AtumVader ઇલેક્ટ્રિક બાઇક તેલંગાણામાં કંપનીની Patancheru ફેસિલિટી ખાતે બનાવવામાં આવશે. કંપની દાવો કરે છે કે આ સુવિધા દર વર્ષે 3,00,000 ઇલેક્ટ્રિક બાઇકની મહત્તમ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
AtumVader ઈ-બાઈક બ્રાન્ડ દ્વારા લોન્ચ કરવામાં આવેલ પ્રથમ બાઇક નથી. કંપનીએ ઓક્ટોબર 2020માં Atom 1.0 લોન્ચ કર્યો હતો. આ બ્રાન્ડ અત્યાર સુધીમાં બાઇકના કુલ 1000 યુનિટ વેચવામાં સફળ રહી છે. Atom 1.0 એ ઓછી ઝડપે ચાલતી ઇલેક્ટ્રિક બાઇક હતી. તેની સરખામણીમાં AtumVader ઈ-બાઈક હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક બાઇક છે.