અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડીમાં સતત વધારો ને વધારો થઈ રહ્યો છે. પરંતુ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી આજે ઠંડીનું જોર રહેશે. જ્યારે આવતીકાલથી ઠંડીમાં ખાસ્સો ઘટાડો થઈ જશે અને જનતા ઠુઠવાતી બંધ થઈ શકે છે. ત્યારે આ સમાચાર સામે આવતાની સાથે જ લોકોને હાશકારો અનુભવાયો છે. 26 જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થવા જઈ રહ્યો છે.
હાલમાં ચારેબાજુ ભારે ઠંડીનો માહોલ છે. કઈ જગ્યાએ કેટલું તાપમાન છે એની વાત કરીએ તો..
– રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન
– વડોદરામાં 14 ડિગ્રી તાપમાન
– નલિયામાં 6.2 ડિગ્રી તાપમાન
– સુરતમાં 15 ડિગ્રી તાપમાન
– અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન
એક તરફ હાલમાં લગ્નની સિઝન પણ પુરજોશમાં ચાલી રહી છે અને લોકો માંગલિક પ્રસંગને વધાવવા માટે ચારેકોર દોડધામ કરતા જોવા મળી રહ્યા છે, જોકે, સવારના મુહૂર્તના ટાણે વેવાઈ પક્ષની હાલત કફોડી બને છે. મોડી સાંજ પછી પણ સૂસવાટા મારતા પવનના કારણે લગ્ન પ્રસંગમાં મહાલતી વખતે મહિલાઓને સ્વેટર-સ્કાફ પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવવું પડે છે. આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
શા માટે કોહલી-રોહિતને T20 ટીમમાં નથી મળ્યું સ્થાન? રાહુલ દ્રવિડે કર્યો મોટો ખુલાસો
કડકડતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી, આ અઠવાડિયે આટલા વિસ્તારોમા ખાબકી શકે છે કમોસમી વરસાદ
આટલા હજારની વેચાઈ રહી છે પઠાણ ફિલ્મની ટિકિટ, બધા શો પણ હાઉસફુલ, રિલીઝ પહેલા જ ચારેતરફ SRKની ધૂમ મચી
રાજ્યમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી 10એ પહોંચ્યું છે. જોકે, આવતીકાલથી એટલે કે 26મી જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થશે એવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે અમદાવાદ સહિત રાજ્યભરના લોકોને તોબા પોકારી ગયા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડી અસહ્ય બનતા સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે.