Gujarat News: રાજ્યમાં આગામી અઠવાડિયા દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી એવું હાલમાં જ હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે, આ દરમિયાન તાપમાનમાં 1થી 2 ડિગ્રીના ફેરફારો જોવા મળી શકે છે. હમણાં વરસાદ આપતી કોઈ સિસ્ટમ ડેવલપ થવાની સંભાવનાઓ બહુ ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં પણ આગામી 7 દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારનો વરસાદ થવાની શક્યતાઓ નથી. આમ રાજ્યમાં અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતને બાદ કરતા ક્યાંય વરસાદ થવાની શક્યતાઓ નથી. હાલમાં જોઈએ તો દરેક જગ્યાએ વરસાદ લગભગ નહિવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે ઓગસ્ટમાં વરસાદ ખેંચાયા બાદ સપ્ટેમ્બરની શરુઆતના દિવસોમાં વરસાદ માટે થોડી રાહ જોવી પડશે તેવી આગાહી હવામાન વિભાગની નવી આગાહીમાં સામે આવ્યું છે. હાલ રાજ્યમાં કોઈ વરસાદની એક્ટિવ સિસ્ટમ ન હોવાથી વરસાદ થવાની શક્યતાઓ નથી.
ખાખીમાં એક્શન મારી રિલ્સ બનાવતા પોલીસકર્મીઓ સાવધાન, ગુજરાત પોલીસ વડાનો સૌથી મોટો આદેશ
એક રિપોર્ટ અને અદાણીના 19,000 કરોડ સ્વાહા, ચીનીઓ પણ આગળ નીકળી ગયા, જાણો હવે કેટલામા નંબરે
જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના અમુક ભાગમાં હળવો વરસાદ પડશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે.