વૉટ્સએપથી લઈને ઓનલાઈન ડિલિવરી સુધી.. રામ મંદિરના નામે સ્કેમર્સ ચલાવી રહ્યા છે કૌભાંડ

Desk Editor
By Desk Editor
Share this Article

National News: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. જ્યાં આ કાર્યક્રમની જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી, સચિત તેંડુલકર, અમિતાભ બચ્ચન સહિત દેશની ઘણી મોટી હસ્તીઓ ભાગ લઈ રહી છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવા દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. જો કે, સ્કેમર્સ તમારી તૈયારીઓને બગાડી શકે છે. સાથે જ લોકોને ફસાવવા માટે સ્કેમર્સ પણ પોતાની જાળ બિછાવી રહ્યા છે. વોટ્સએપથી લઈને રામ મંદિર પ્રસાદ સુધી સ્કેમર્સ લોકોને છેતરવાની તૈયારીમાં વ્યસ્ત છે. તો તમે પણ આવા સ્કેમથી ધ્યાન રાખજો.

વૉટ્સએપ પર VIP આમંત્રણ કૌભાંડ

ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે, તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે VIP એક્સેસનો મેસેજ મળી રહ્યો છે. આ મેસેજમાં તેમને APK ફાઈલ મોકલવામાં આવી રહી છે. જોકે, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ લોકોને આવી ફાઈલો વિશે સાવધાન કરી રહ્યા છે. આવી ફાઇલો ડાઉનલોડ કરવાને કારણે તમારો ફોન હેક થઈ શકે છે અને ગણતરીની સેકન્ડોમાં બેન્ક એકાઉન્ટ સાફ થઇ શકે છે.

QR કોડ કૌભાંડ

 

 

ઘણા વપરાશકર્તાઓને QR કોડ મળી રહ્યા છે. આ QR કોડ રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે મોકલવામાં આવી રહ્યા છે. યુઝર્સને આ QR કોડ સ્કેન કરીને મંદિરના નામે દાન આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો કે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ આવી કોઈ દાન યોજના શરૂ કરી નથી. આ પણ છેતરપિંડી કરનારાઓની યુક્તિ છે.

મફત પ્રસાદ કૌભાંડ

રણના ખારા પટમાં ઉગ્યું કમળ, સુકા મેવા તરીકે ઓળખાતી કચ્છની દેશી ખારેકને મળ્યું GI ટેગ, 425 વર્ષ પહેલા થઈ હતી આ ખેતીની શરુઆત

Breaking News: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વિષય નિષ્ણાંતની ભરતી જાહેર, કરાર આધારિત ઉમેદવારોની કરાશે પસંદગી

“નફાની વાત, અદાણી તમને કરશે માલામાલ…” તમે પણ ખરીદી શકો છો અદાણીના આ 3 નફાકીય શેર, LIC પણ કરે છે આમાં રોકાણ

ઘણા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ જાણતા-અજાણતા આ પ્રકારના કૌભાંડનો પ્રચાર કરી રહ્યા છે. તમે ઘણી રીલ્સમાં જોયું જ હશે કે લોકો ફ્રી ઑફર્સ માટે વેબસાઇટ વિશે જણાવે છે. ખાદી ઓર્ગેનિક નામની વેબસાઈટ યુઝર્સને ફ્રી પ્રસાદ પહોંચાડવાનો દાવો કરી રહી છે. જોકે, આ વેબસાઈટ ડિલિવરી માટે 51 રૂપિયા ચાર્જ કરી રહી છે. કંપની કહી રહી છે કે તે સાચું છે, પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા આવી કોઈ સત્તાવાર યોજના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ લોકોને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે કોઈપણ વેબસાઈટ આ રીતે પ્રસાદ વેચી શકે નહીં.


Share this Article