Gujarat Weather: એક તો વાવાઝોડું લોકોની વાટ લગાડી રહ્યું છે અને ઉપરથી હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સર્જાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે ગુજરાત પર તેની કોઇ અસર ન થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. જો કે હવે હવામાન વિભાગ દ્વારા 5 દિવસ રાજ્યમાં નવી આગાહી કરવામાં આવી છે કે જે દરેક માટે જાણવી જરૂરી છે. આગામી પાંચ દિવસમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હાલ વરસાદ થવાની કોઇ સંભાવના નથી. આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડા અંગે પણ તેમણે મંગળવારે જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટાભાગે ફેરફાર થવાની સંભાવના નથી. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન સુકુ જ રહેશે. ગુજરાતમાં 12 તારીખ અને મંગળવાર સુધીમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હવામાન શુષ્ક જ રહેશે.
રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
ડિસેમ્બર માસ માવઠાનો રહેશે. આ માસમાં અનેક પશ્ચિમિ વિક્ષેપોના કારણે અવારનવાર માવઠા થઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.