વાવાઝોડાથી અમારા જીવને પણ ખતરો છે, દરિયાકાંઠે રહીએ છીએ, અમારી ખબર પૂછવા પણ કોઈ નથી આવ્યું

Lok Patrika Desk
By Lok Patrika Desk
BIPORJOI
Share this Article

ગુજરાત રાજ્ય પર વિકરાળ સ્વરૂપ સાથે આવી રહેલા બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈ હવામાન વિભાગ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત એલર્ટ મોડ પર છે. પળે પળની અપડેટ પર સરકારના ઉચ્ચ અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા છે. તમામ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓની જવાબદારી મંત્રીઓને સોંપી છે. જે બાદ મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. વાવાઝોડાની અસરને પહોંચી વળવા તંત્ર સાથે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે જામનગરના જોડિયામાં વહીવટી તંત્ર હજુ સુધી કોઈ પહોંચ્યું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

BIPORJOI

દરિયા કાંઠે રહેતા પરિવારોનું નથી કરાયું સ્થળાંતર

જામનગરના જોડિયામાં હજુ સુધી કોઈ અધિકારીઓ આવ્યા જ નથી. દરિયા કાંઠે રહેતા પરિવારોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું નથી. દરિયાની પાસે આવેલા આ ગામમાં 1500થી વધારે કાચા મકાનો આવેલા છે, છતાં બિપરજોયના ખતરા સામે તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે. વહીવટી તંત્રના એક પણ અધિકારીઓ હજુ સુધી આ ગામમાં ન આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

BIPORJOI

હજુ સુધી અમને કોઈ પૂછવા નથી આવ્યુંઃ સ્થાનિક

જોડિયા ગામના લોકો દરિયાકાંઠે રહે છે તેમ છતાં હજુ સુધી કોઈ પૂછવા આવ્યું નથી. માછીમારી બંધ કરાવી પણ વાવઝોડાથી રક્ષણ આપવા કોઈ વ્યવસ્થા કરાઈ નથી. અહીંયા કોઈપણ જાતનો સપોર્ટ જ નથી. અહીંયા નબળી પરિસ્થિતિવાળા લોકો રહે છે. તેમના કાચા મકાનો હોય તો નુકસાની વધારે થાય. જોડિયા ગામમાં પતરાવાળા, નળિયાવારા કાચા મકાનો વધારે છે.

આ પણ વાંચો

દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ

આટલી કમરતોડ મોંઘવારીમાં પણ બધાને મળે છે ફ્રીમાં દૂધ, દહીં અને લસ્સી, 150 વર્ષથી ચાલી રહી છે અનોખી પરંપરા

ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અંગે અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી, કહ્યું- જરાય હળવાશમાં ન લેતા, નહીંતર…

BIPORJOI

પ્રધાનમંત્રી મોદીએ ભૂપેન્દ્ર પટેલ પાસેથી પરિસ્થિતીનો તાગ મેળવ્યો

ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડાને લઈને પ્રધાનમંત્રી મોદીએ હાઈ લેવલ મિટિંગ બોલાવી હતી. જે બાદ ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓને પ્રભાવિત જિલ્લાની સમીક્ષાની જવાબદારી સોપાઈ હતી. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને રાખીને પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકારે સંભવિત તમામ મદદની ખાતરી આપી હતી.


Share this Article