કેસર કેરી હોય કે બીજી કોઈ ભાવ બધાનો ટોચ પર છે. લોકો કેરી ખાવા માટે પણ વિચાર કરતા હતા. જો કે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે હવે કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે હવામાનમાં વારંવાર પલટો આવતાની સાથે કેરીના પાક પર પણ ગંભીર અસર થઇ એ વાત સૌ માટે જાણીતી છે એટલે પહેલા તો ભાવ પણ એવા જ હતા.
અત્યારે તો કેરીની ધૂમ આવક શરુ થઇ છે. જુનાગઢ યાર્ડ કેરીથી ઉભરાઈ ગયું છે. થોડા દિવસોથી કેરીની બમ્પર આવક થઇ રહી છે. હાલ પ્રતિદિન ૧૫થી ૨૦ હજાર બોક્ષ યાર્ડમાં ઠલવાઈ રહી છે. હરાજીમાં 10 કિલોના 350થી લઇને 500 રૂપિયા સુધીની કેરીની હરાજી થાય છે. શરૂઆતમાં કેરીની આવક ઓછી થઇ હતી અને ભાવ 1200ને પાર કરી ગયો હતો. પણ વાતાવરણને લઇ કેરી ખરી પડી અને ખાસ તો કેરી બગીચાનો ઈજારો રાખનાર ઇજારદારો મુશ્કેલીમાં મૂકી ગયા હતા.
હવે કેરીની આવક વધવાને કારણે ભાવ ગગડ્યા છે અને 10 કિલોના ૩૫૦થી ૫૦૦ રૂપિયા સુધીની કેરી વેચાઇ છે. લોકોનું કહેવું છે કે અમને હતું કે ભાવ વધે તો અમને ફાયદો થાય એટલે કેરી ઓછી લાવતા હતા પણ હવે કેરી ચારે તરફથી આવતા કેરીની આવક વધી છે જેને લઇ અમારે ૩૫૦થી ૫૦૦ રૂપિયા સુધીના ૧૦ કિલો ના ભાવ મળે છે.
તો વેપારી ભાઈઓનું કહેવું છે કે, કેરીના પાક પર ગંભીર અસર થતા ખેડૂતો, ઇજારદારો અને વેપારીને પણ નુકશાન થયું છે. હવે કેરીની ધૂમ આવક છે એટલે ભાવ નીચા ગયા છે.