હવે સલમાન ખાન પોતાની સુરક્ષા માટે હમેશા સાથે રાખી શકશે ગન, મુંબઈ પોલીસે કરી દીધુ છે લાઇસન્સ ઈશ્યુ

Lok Patrika
By Lok Patrika
Share this Article

તાજેતરમાં જ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પછી સલમાન ખાને સ્વબચાવ માટે બંદૂકના લાયસન્સ માટે અરજી કરી હતી. મુંબઈ પોલીસે સલમાન ખાનને આ લાઇસન્સ ઈશ્યુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 22 જુલાઈના રોજ સલમાન આ લાઈસન્સ માટે મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને પણ મળ્યા. ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. આ સાથે અભિનેતાએ તેની કારને પણ અપગ્રેડ કરી હતી.

સલમાન ખાનને બંદૂકનું લાયસન્સ આપવામાં આવે તે પહેલાં આ ફાઇલ ચકાસણી માટે પોલીસ કમિશનરની (ઝોન 9) ઓફિસમાં મોકલવામાં આવી હતી. આ સિવાય અરજદારનો કોઈ ગુનાહિત રેકોર્ડ છે તો તેની પણ તપાસ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાનના પ્રતિનિધિએ પોલીસ હેડક્વાર્ટરની સંબંધિત શાખામાંથી લાઇસન્સ લીધું હતું. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પછી તેણે પોતાની લેન્ડ ક્રુઝર કારને બુલેટ પ્રૂફ બનાવવા માટે અપડેટ પણ કરી.

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી ચુકી છે. કાળિયાર શિકાર કેસ દરમિયાન લોરેન્સ બિશ્નોઈએ અભિનેતાને કથિત રીતે ધમકી આપી હતી. બિશ્નોઈ સમાજમાં કાળિયાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ બાબતને કારણે બિશ્નોઈ સમાજમાં સલમાન ખાન પ્રત્યે ઘણો ગુસ્સો હતો. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાનના પિતા સલીમ ખાનને 6 જૂન, 2022ના રોજ ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે તેનું અને તેના પુત્રનું નસીબ પણ પંજાબી ગાયક જેવું જ હશે. આ પછી સલીમ ખાને તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ફિલ્મ ટાઈગર 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ છે. ટાઈગર 3 વર્ષ 2023માં રિલીઝ થશે. આ સિવાય સલમાન ખાન ભાઈજાનનું શૂટિંગ કરી રહ્યો છે. સલમાન ખાને તેની ફિલ્મ નો એન્ટ્રી અને બજરંગી ભાઈજાનની સિક્વલની પણ જાહેરાત કરી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly