ડમીકાંડમાં યુવરાજ સિંહનું બચવું મુશ્કેલ, પોલીસને પુરાવા મળતા થયો સૌથી મોટો ખુલાસો, લાખોના ટ્રાન્જેક્શનની કળી મળી ગઈ

Lok Patrika Desk
By Lok Patrika Desk
yuvraj
Share this Article

ભાવનગર ડમીકાંડમાં તોડકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. તોડકાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ લગાવનાર બિપિન ત્રિવેદીએ વધુ એક મોટો ભાંડો ફોડ્યો છે. જે બાદ હડકંડ મચી ગયો છે.

નામ જાહેર ન કરવા તોડ કર્યો

બિપિન ત્રિવેદીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુવરાજસિંહે ડમીકાંડમાં કેટલાક નામ જાહેર ન કરવા માટે મોટો તોડ કર્યો હતો. યુવરાજસિંહ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા તોડબાજી કરતા હતા. આ કામમાં યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા પણ મદદ કરતા હતા. બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા વચેટિયા બની રૂપિયા ઉઘરાવતા હતા. જેમાંથી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામને  10 ટકા કમિશન મળતું હતું. બંને વચેટિયા કમિશન વધારવાની માંગ કરતા હતા. જોકે, યુવરાજસિંહે વધુ કમિશન ન આપતા બિપિને ભાંડો ફોડ્યો હતો.

yuvrajsinh

પોલીસને યુવરાજસિંહ વિરુદ્ધ મળ્યા પુરાવા

ભાવનગરમાં ડમીકાંડના તોડકાંડમાં મોટો ખુલાસો થયો છે. પોલીસને યુવરાજસિંહ વિરુદ્ધ પુરાવા મળ્યા છે. જે મુજબ યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરના દહેગામમાં પોતાના સસરાના નામે પ્લોટ ખરીદ્યો હતો. દહેગામમાં યુવરાજસિંહના પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પત્ની દહેગામમાં રહેતી હોવાની યુવરાજસિંહે પ્લોટ ખરીદ્યો હોવાની આશંકા છે. પ્લોટ ખરીદવા માટે યુવરાજસિંહે બિલ્ડરને 13 લાખ રૂપિયા આપ્યા હતા. બિલ્ડર સાથે કરેલા વ્યવહારની ડાયરી પોલીસને મળી છે. ભાવનગર ડમીકાંડ મામલે ગઈકાલે રિમાન્ડ પૂરા થતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે યુવરાજસિંહ જાડેજાને જેલ ભેગા કર્યા હતા. આ તકે યુવરાજસિંહે જણાવ્યું હતું કે, આ માત્ર શરૂઆત છે અંત હજુ બાકી છે તેમજ સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે. તેમણે ઉમેર્યું હતું કે, હજુ બીજું ઘણું બધું સામે આવશે.

yuvraj

પોલીસે 19 એપ્રિલે હાજર થવા પ્રથમ સમન્સ મોકલ્યો હતો

ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, ‘યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો. જે બાદ પોલીસ સમય આપી ફરીથી 21 તારીખનો સમન્સ પાઠવ્યો હતો.

yuvraj

21 એપ્રિલે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા હતાં

આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ સવારે 12 વાગે પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ તે દિવસે તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લીધી હતી.પોલીસ નિવેદન મુજબ ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા હતાં જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો પણ હતાં જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે.

21 એપ્રિલના પોલીસે યુવરાજસિંહ વિરૂદ્ધ ગુનોં નોંધી ધરપકડ કરી 

21 એપ્રિલે યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ હતી તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને  યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ 21 એપ્રિલના મોડી સાંજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

યુવરાજસિંહને 22 એપ્રિલે કોર્ટેમાં રજૂ કરાઈ 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં

ડમીકાંડ મામલે  યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી.

yuvrajsinh

બીપિન ત્રિવેદીના આક્ષેપો

બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.’

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો, ઘણા રાજ્યોમાં સસ્તા થયા પેટ્રોલ અને ડીઝલ, જુઓ નવા ભાવ

36 વર્ષ પછી આ ગ્રહોના મહાસંયોગને કારણે જીવનમાં આવશે મોટી ઉથલપાથલ, આ 3 રાશિના લોકો ખાસ સાવધાન રહેજો!

ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા, વાહનવ્યવહાર ઠપ, 3 મહિલા લાપતા, 9 પેસેન્જરનું રેસ્ક્યૂ… આખા ગુજરાતમાં વરસાદથી જનતા ત્રાહિમામ

તોડકાંડ મામલે પોલીસે 24 કલાકમાં 4ની ધરપકડ કરી હતી

તોડકાંડના આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીની પોલીસે 22 એપ્રિલ ધરપકડ કરી હતી છે. જે બંન્ને આરોપીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખ કબજે લીધા હતી. 21 એપ્રિલના રોજ યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો હતો પોલીસે 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરી હતી.


Share this Article