India News: ઓડિશામાં વીજળીના કડાકાએ ભારે તબાહી મચાવી છે. શનિવારે લગભગ બે કલાકમાં સમગ્ર ઓડિશામાં 61,000 વખત વીજળી પડતાં 12 લોકોનાં મોત થયાં અને 14 લોકો ઘાયલ થયાં. રાજધાની ભુવનેશ્વરમાં વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. ભારત હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં 7 સપ્ટેમ્બર સુધી ભારે હવામાન ચેતવણી જારી કરી છે. ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ ચાલુ રહેશે.
બંગાળની ખાડી પર સક્રિય ચક્રવાતી પરિભ્રમણ આગામી 48 કલાકમાં ઓછા દબાણના ક્ષેત્રમાં ફેરવાય તેવી શક્યતા છે અને તેના પ્રભાવ હેઠળ, સમગ્ર ઓડિશામાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. IMD અનુસાર, સપ્તાહના અંત સુધીમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. IMDએ કહ્યું છે કે ‘7 સપ્ટેમ્બર સુધી મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Total lightning strikes across Odisha till 5.30pm today (2nd September ) are:
1. CC : 36,597
2. CG : 25,753@mcbbsr @SRC_Odisha @SecyChief @PradeepJenaIAS @satyabrata1967 pic.twitter.com/ewpOuzlOQi
— OSDMA Odisha (@osdmaodisha) September 2, 2023
અહેવાલ મુજબ ભુવનેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે બપોર બાદ ગાજવીજ સાથે સતત વરસાદ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન આકાશી વીજળી પણ પડી હતી. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (OSDMA) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સાંજે 5.30 વાગ્યા સુધી વીજળી પડવાની 61 હજારથી વધુ ઘટનાઓ નોંધાઈ હતી.
વિશેષ રાહત કમિશનર (SRC) સત્યબ્રત સાહુએ જણાવ્યું હતું કે શનિવારે વીજળી પડવાથી માર્યા ગયેલા ચાર લોકો ખુર્દા જિલ્લાના, બે બોલાંગીરના અને એક-એક અંગુલ, બૌધ, ઢેંકનાલ, ગજપતિ, જગતસિંહપુર અને પુરીના હતા. આ ઉપરાંત ગજપતિ અને કંધમાલ જિલ્લામાં વીજળી પડવાથી આઠ પશુઓના પણ મોત થયા છે.
400 કરોડનો બંગલો, મોંઘી કારનો ઢગલો, 3 પર્સનલ પ્લેન… જાણો કેવી છે ગૌતમ અદાણીની લક્ઝરી લાઈફસ્ટાઈલ
BREAKING: ચંદ્રયાન-3 મિશનનો કાઉન્ટડાઉન અવાજ શાંત થઈ ગયો, ઈસરોના મહાન વૈજ્ઞાનિકનું નિધન, ચારોકોર શોક
સાહુએ કહ્યું કે દરેક શોકગ્રસ્ત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે આ અસામાન્ય અને ભારે વીજળીની ગતિવિધિઓ ત્યારે થાય છે જ્યારે ચોમાસું લાંબા અંતરાલ પછી સામાન્ય સ્થિતિમાં પાછું આવે છે. ઠંડી અને ગરમ હવાની અથડામણ આવી અભૂતપૂર્વ વીજળીની ઘટનાઓ માટે યોગ્ય પરિસ્થિતિઓ બનાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.