હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇએ ઓફિસની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે. રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. હાલ તેમના મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇ રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. અધિકારીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
ગઈકાલે રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇ રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના છઠ્ઠાં કૂદકો મારી જતા હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈવી ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાય રહી છે.
ગુજરાત પર હજુ એક દિવસ કમોસમી વરસાદનું સંકટ, આ વિસ્તારોમા મેઘો મુશળધાર રીતે ખાબકશે, જગતનો ધાધ પાયમાલ!
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. આ અંગેના તમામ આવશ્યક દસ્તાવેજો ધરાવતી 6 ફાઈલો ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની રાજકોટ ખાતેની ઓફિસમાં જમા કરી હતી. પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી DGFT જાવરીમલ બિશ્નોઇ દ્વારા આ મામલે NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માગવામાં આવી હતી.