World News: રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ભીડ પર પાંચ બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા અને 115 ઘાયલ થયા. રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના વડા મુરાશ્કોએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ 115 લોકોમાંથી 60ની હાલત ગંભીર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આતંકવાદીઓનો સામનો કરવા માટે તેમનું ઓપરેશન પણ શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. 50 થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાંચ હુમલાખોરોમાંથી એક પકડાઈ ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રશિયન નેશનલ ગાર્ડ્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આતંકવાદીઓનો સામનો કરવા માટે તેમનું ઓપરેશન પણ શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. 50 થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
BREAKING: Russia's top security agency says 40 people have died and more than 100 were wounded in the attack on a Moscow concert hall. https://t.co/FKvaTNMPGc
— The Associated Press (@AP) March 22, 2024
આ હુમલો ત્યારે થયો જ્યારે પ્રખ્યાત રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. આ હોલમાં 6,000 થી વધુ લોકો બેસી શકે છે.
લડાયક પોશાકમાં ઓછામાં ઓછા પાંચ લોકો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો. તે બિલ્ડિંગમાં વિસ્ફોટ અને આગના અહેવાલો પણ છે.
ISISએ આ આતંકી હુમલાનો દાવો કર્યો છે, પરંતુ કોઈ પુષ્ટિ મળી નથી. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ હુમલાને ‘મોટી દુર્ઘટના’ ગણાવી છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
રશિયાની ટોચની તપાસ એજન્સી ફાયરિંગ, વિસ્ફોટ અને આગની ઘટનાને આતંકવાદી હુમલા તરીકે તપાસી રહી છે. તપાસ સમિતિએ જણાવ્યું હતું કે તેણે આરોપોની ફોજદારી તપાસ શરૂ કરી છે, જો કે તેણે એ જણાવ્યું નથી કે હુમલા પાછળ કોણ હોઈ શકે છે.