મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા અને કેટલાયનાં મૃત્યુ થયાં. મૃતાંકનો આંક 141 જેટલો થઈ ગયો હતો. પરંતુ લોકો આ ઘટનાથી કંઈ શીખ્યા નથી એ વાત નક્કી છે, કારણ કે હાલમાં જે ઘટના સામે આવી એમાં ફરી આ જ વાત રિપિટ થઈ છે. આ વખતે વાત છે દ્વારાકાની કે જ્યાં આવતાં પ્રવાસીઓની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રવાસીઓ દરિયામાં લાઈફ જેકેટ વિના જ બેફામ અને બિન્દાસ્ત મુસાફરી કરતા જોવા મળી રહ્યાં છે. ફેરી બોટમાં પ્રવાસીઓની કોઈ જ લાઈફ જેકેટ સુરક્ષા નથી અને એમનેમ મુસાફરી કરી રહ્યા છે.
હાલમાં સામે આવતી માહિતી પ્રમાણે દ્વારકા ફરવા આવતા પ્રવાસીઓની અને બોટ માલિકોની ઘોર બેદરકારી સામે આવી છે, એક તો બોટની કેપિસિટી કરતા વધુ પ્રવાસીઓને બેસાડી મુસાફરી કરાવવામાં આવી રહી છે. બોટના માલિકો નાનકડા નફા માટે આ બધું કરાવતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છએ. સાથો સાથ તમામ પ્રવાસીઓ લાઈફ જેકેટ વિના જ મુસાફરી કરતા હતા એ મામલો પણ સામે આવ્યો છે. બોટમાં લાઈફ જેકેટ વિના દરિયામાં બોટ મારફતે મુસાફરી કરવી અને એ પણ આટલી મોટી ભીડમાં એ ખરેખર મોત સાથે રમવા જેવી વાત છે.
પ્રવાસીઓ પોતાના જીવને જોખમમાં કેમ મુકે છે? પ્રવાસીઓ પોતાના જીવની કિંમત ક્યારે સમજશે? બોટમાં મર્યાદા કરતા વધુ પ્રવાસીઓ કેમ બેસાડવામાં આવે છે? થોડો નફો કમાવવા માટે બોટ માલિકો વધુ સંખ્યામાં પ્રવાસીઓને કેમ બેસાડે છે? જેવા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે.