World News: પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલા અને અત્યાચાર સતત વધી રહ્યા છે. તાજેતરનો કિસ્સો સિંધ પ્રાંતની એક હોસ્પિટલમાં સામે આવ્યો છે જ્યાં સારવાર માટે આવેલી એક હિન્દુ મહિલા સાથે ડોક્ટરોએ સામૂહિક બળાત્કારની જઘન્ય ઘટનાને અંજામ આપ્યો છે. 23 વર્ષીય દર્દી, જે તેની કિડનીની સારવાર કરાવવા માટે આવી હતી, બળાત્કાર બાદ તેની તબિયત બગડવા લાગી અને તેને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પીડિતાની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટના બાદથી આરોપી ડોક્ટર અને અન્ય સ્ટાફ ફરાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતના ટંડો મુહમ્મદ ખાન શહેરમાં સ્થિત ઇન્ડસ હોસ્પિટલના કિડની વોર્ડમાં બની હતી. પીડિતાનું કહેવું છે કે આરોપી ડોક્ટરોએ તેને નશાની દવા પીવડાવી તેના પર ગેંગરેપ કર્યો હતો. પીડિતાના પરિવારજનોએ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. આ પછી અધિકારીઓને કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડી હતી. ઘટના બાદ આરોપી ડોક્ટર અને સ્ટાફ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. પોલીસે આરોપીને જલ્દી પકડવાનો દાવો કર્યો છે.
સામૂહિક બળાત્કારની ઘટનાથી નારાજ પીડિતાના સંબંધીઓએ પ્રદર્શન કર્યું. સંબંધીઓનું કહેવું છે કે લઘુમતી હિન્દુ સમુદાયની પુત્રવધૂઓ હોસ્પિટલોમાં પણ સુરક્ષિત નથી. તેમણે સરકાર પાસે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
400 કરોડનો બંગલો, મોંઘી કારનો ઢગલો, 3 પર્સનલ પ્લેન… જાણો કેવી છે ગૌતમ અદાણીની લક્ઝરી લાઈફસ્ટાઈલ
BREAKING: ચંદ્રયાન-3 મિશનનો કાઉન્ટડાઉન અવાજ શાંત થઈ ગયો, ઈસરોના મહાન વૈજ્ઞાનિકનું નિધન, ચારોકોર શોક
સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીના નિવેદન સાથે સંબંધિત એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાકિસ્તાન ડિફેન્સ નામની વેબસાઈટે તેના રિપોર્ટ સાથે ફરાજ પરવેઝની એક્સ પોસ્ટ પણ શેર કરી છે. પાકિસ્તાનમાં લઘુમતીઓની દુર્દશા સામે અવાજ ઉઠાવનાર ફરાજે તેની X પોસ્ટમાં પીડિતાના નિવેદનની એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં તે સ્થાનિક ભાષામાં ભયાનક ઘટના વિશે માહિતી આપી રહી છે.