એક પછી એક કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળતી આવી છે. ત્યારે આજે ફરી એક કેસમાં મોટા રાહતના સમાચાર મળ્યા છે. 2015ના પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા રમખાણો, હિંસા અને આગચંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપના નેતા હાર્દિક પટેલને જામીન આપ્યા હતા. ત્યારે હાલમાં પાટીદારોમાં અને ભાજપમાં બન્નેમાં ખુશીનો માહોલ છે. આ કેસમાં પટેલને રાહત આપતા સર્વોચ્ચ અદાલત દ્વારા પસાર કરાયેલ અગાઉના વચગાળાને ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને હિમા કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ઠેરવ્યો હતો.
આ કેસની વિગતો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાટીદાર સમાજ માટે અનામતની માંગને લઈને પાટીદાર આંદોલન થયું હતું. આખા રાજ્યમાં ત્યારે હોબાળો મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020 માં પટેલની ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું જે તે સમયે કોંગ્રેસ પાર્ટીના નેતા હતા જ્યારે હવે તે ભાજપના MLA બની ચૂક્યા છે. પટેલે 2015ના કેસમાં તેમને આગોતરા જામીન નકારતા ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદની વાત કરીએ તો આ બધા પછી પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યો હતો અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરીને તેની સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. જોકે આ અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારપછી તેણે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેણે ગયા વર્ષે એપ્રિલમાં દોષિત ઠેરવવા પર રોક લગાવી હતી. હવે કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપના નેતા હાર્દિક પટેલને જામીન આપ્યા હતા