Petrol Price Today: આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર તેની અસર દેખાઈ રહી નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે એટલે કે 25 ઓક્ટોબર, 2023 માટે પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે.
આજે પણ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે દેશની રાજધાનીમાં એક લિટર ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર છે. આવો જાણીએ શહેરમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે.
4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
નવી દિલ્હી- પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર.
મુંબઈ- પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર.
કોલકાતા- પેટ્રોલ રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર.
ચેન્નાઈ- પેટ્રોલ રૂ. 102.66, ડીઝલ રૂ. 94.26 પ્રતિ લીટર.
આ શહેરોમાં ભાવમાં કેટલો ફેરફાર થયો?
પ્રયાગરાજ- પેટ્રોલ 66 પૈસા ઘટીને 96.66 રૂપિયા, ડીઝલ 65 પૈસા સસ્તું થઈને 89.86 રૂપિયા પ્રતિ લીટર થઈ રહ્યું છે.
અમૃતસર- પેટ્રોલ 27 પૈસા સસ્તું થઈને 98.47 રૂપિયા, ડીઝલ 25 પૈસા સસ્તું થઈને 88.79 રૂપિયા પ્રતિ લીટર થઈ રહ્યું છે.
નોઈડા – પેટ્રોલ 6 પૈસા મોંઘુ થઈને 96.65 રૂપિયા, ડીઝલ 6 પૈસા મોંઘુ થયું છે અને તે 89.82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે.
ગુરુગ્રામ- પેટ્રોલ 28 પૈસા સસ્તું થઈને 96.71 રૂપિયા, ડીઝલ 27 પૈસા સસ્તું થઈને 89.59 રૂપિયા પ્રતિ લીટર થઈ રહ્યું છે.
લખનૌ- પેટ્રોલ 10 પૈસા સસ્તું થઈને 96.47 રૂપિયા, ડીઝલ 10 પૈસા સસ્તું થઈને 89.66 રૂપિયા પ્રતિ લીટર થઈ રહ્યું છે.
પટના – પેટ્રોલ 30 પૈસા સસ્તું થઈને 107.24 રૂપિયા, ડીઝલ 28 પૈસા સસ્તું થઈને 94.04 રૂપિયા પ્રતિ લીટર થઈ રહ્યું છે.
હું બે વાર હારી છું, જો આ વખતે હારી તો… આટલું કહીને ચોધાર આંસુએ રડવા લાગી કોંગ્રેસ મહિલા નેતા
આજથી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન? વરસાદ આવશે કે ઠંડી પડશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
તમારા બાળકોને ફોનથી અત્યારે જ કરી દો દૂર નહિતર પછતાવાનો વારો આવશે, રિસર્ચમાં સામે આવી નવી બીમારી!!
દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.