Petrol Pump : જો તમારી પાસે પણ પર્સનલ વ્હીકલ છે તો તમારે પણ રોજ પેટ્રોલ પંપ પર જવું પડશે, આ દરમિયાન આપે પેટ્રોલ પંપ પર વોર્નિંગ બોર્ડ જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે પેટ્રોલ પંપ પર આ વોર્નિંગ બોર્ડ પર લખેલી વોર્નિંગને અવગણશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. માત્ર પેટ્રોલ પંપ પર ડ્રાઈવર જ નહીં પરંતુ કારમાં બેઠેલા દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જોઈએ. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે એવી કઈ ભૂલો છે જે કરવાથી તમારે બચવું જોઈએ.
વાહનનું એિન્જન બંધ કરવાનું ભૂલશો નહીં.
જો તમારી કાર/બાઈકમાં પેટ્રોલ, ડીઝલ કે સીએનજી નાખવાનું શરૂ થઈ ગયું હોય તો તે દરમિયાન વાહનનું એન્જિન બંધ રાખો. આમ ન કરો તો આગ લાગવાનું જોખમ વધી જાય છે. વાસ્તવમાં, પેટ્રોલ ભરતી વખતે એન્જિન અને કમ્પોનન્ટ દરમિયાન દહન પ્રક્રિયા પ્રક્રિયામાં હોય છે. તેથી ઇંધણ ભરતી વખતે એન્જિન બંધ કરવાનું ભૂલશો નહીં, આ તમને અને તમારી આસપાસના લોકોને સુરક્ષિત રાખશે.
તમારી સાથે આગ લગાડતી વસ્તુઓ ન લઈ જાઓ.
તમને બધાને આ વાતની જાણ હશે, આગનો એક નાનકડો તણખો પેટ્રોલ પંપને આગ લગાડવા માટે પૂરતો છે, જેથી આખી પેટ્રોલ પંપ થોડીવારમાં પૂરી રીતે સળગી શકે છે. માટે પેટ્રોલ પંપ પર એવી કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ જેનાથી આગ લાગવાની સંભાવના વધી જાય. આગ લગાડતી વસ્તુઓમાં લાઈટર, દીવાસળી સળગાવવાનું ટાળો.
ભોજપુરીની આ ફેમસ એક્ટ્રેસે તો બોલ્ડનેસની હદ વટાવી,ધડાધડ સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે!!
ફોન સ્વિચ ઓફ કરવો જરૂરી
દરેક પેટ્રોલ પંપ પર મોટા શબ્દોમાં લખવામાં આવે છે કે પેટ્રોલ પંપ પર ફોનનો ઉપયોગ ન કરો, પરંતુ તમારામાંથી મોટાભાગના લોકો તેની અવગણના કરે છે. પરંતુ આપણે જણાવી દઈએ કે પેટ્રોલ પંપ પર ફોન ચલાવવો કોઈ ખતરાથી કમ નથી. આ કારણે આગ લાગવાનું જોખમ વધી જાય છે.