ટીવી એક્ટ્રેસિસ પણ પોતાની ફેશનમાં એક્સપરિમેન્ટ કરવામાં અચકાતી નથી. ઘણી અભિનેત્રીઓએ પોતાના શરીરને ફૂલોની મદદથી ઢાંકવાનું કામ કર્યું.
આજે અમે તમને ટીવી ઈન્ડસ્ટ્રીની આવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે કોઈપણ સંકોચ વિના પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે.
સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ તેના બોલ્ડ ફોટોઝને કારણે અવારનવાર ચર્ચામા રહે છે. તેની એક તસવીરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી, જ્યારે તેણે પોતાના શરીરને ફૂલોની મદદથી ઢાંકી દીધું. તેણે ફૂલોથી બનેલી બિકીની પહેરીને ચાહકોને દંગ કરી દીધા હતા.
બિગ બોસ ઓટીટી’ની વિજેતા દિવ્યા અગ્રવાલ તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
તે સમયે તેણે સનસનાટી મચાવી દીધી જ્યારે તેની ટોપલેસ તસવીર સામે આવી અને તેણે આગળના ભાગને ફૂલોની જેમ ઢાંકી દીધો.
ઘણી ટીવી સિરિયલોમાં લીડ રોલ પ્લે કરનાર અને ‘બિગ બોસ 13’માં જોવા મળેલ રશ્મિ દેસાઈએ જ્યારે પોતાનું ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું તો લોકો જોતા રહી ગયા.
તેણે ફૂલ સાથે તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ જોયા બાદ ફેન્સે ઘણી કમેન્ટ કરી હતી.
ટીવી અભિનેત્રી શિવશક્તિ સચદેવના ટોપલેસ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો. તેણે રંગબેરંગી ફૂલો સાથે ક્લિક કરેલો ફોટો શેર કર્યા હતા. આ ફોટો સામે આવ્યા બાદ લોકો તેના વખાણ કરતા થાકતા ન હતા.
આ યાદીમાં ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી અદિતિ ભાટિયાનું નામ પણ સામેલ છે.
અભિનેત્રીએ નાની ઉંમરમાં પોતાના ટોપલેસ ફોટોશૂટથી ચાહકોના કાન ઊંચા કરી દીધા હતા.
ઘણા ફેન્સે તેને ટ્રોલ પણ કરી. અદિતિ ભાટિયાનો આ લુક જોઈને તેના ફેન્સ પણ ચોંકી ગયા હતા.