PM મોદીના પરિવાર પર હાલમાં કોઈ ઘાત ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે તેમના પરિવાર સાથે માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટના કર્ણાટકના મૈસૂરમાં બની હતી. અકસ્માત સમયે તેમની સાથે કારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત કુલ 5 વ્યક્તિ કારમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ પહોંચી હોઇ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે PM મોદીના માતા હિરાબાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આથી કદાચ એમ કહી શકાય કે હીરાબાની તબિયત લથડતા કદાચ PM મોદી અમદાવાદ આવે તો નવાઇ નહીં.
હાલમાં માહિતી મળી રહી છે કે મોદીના માતા હીરાબાને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જેઓની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે સત્તાવાર વિગતો સામે નથી આવી. PM મોદીના માતા કે જેઓ 100 વર્ષના છે. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાત આવે ત્યારે તેઓ અચૂકથી માતાને મળવા માટે જાય છે. આથી કદાચ એમ કહી શકાય કે હીરાબાની તબિયત લથડતા કદાચ PM મોદી અમદાવાદ આવે તો નવાઇ નહીં.