Ahmedabad News : અમદાવાદના (Ahmedabad) ઇસ્કોન બ્રિજ (iskon bridge) પર સર્જાયેલા અકસ્માત બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ શહેર પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ (Special drive) ચલાવી રહી છે. પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો (Traffic rules) તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો મોડી રાત્રે વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. SG હાઈવે સહિત 250 નાકાબંધી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પોઈન્ટ પર રોજ રાત્રે વાહન ચેકિંગ થાય છે.
15 દિવસમાં ટ્રાફિકના 9612 કેસ નોંધાયા
શહેર પોલીસે 15 દિવસમાં જ ટ્રાફિકના 9612 કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો 15 દિવસમાં પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત પોલીસે 15 દિવસમાં ઓવરસ્પીડના પણ 900 કેસ નોંધ્યા છે, નોંધનીય વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 47 કેસ નોંધ્યા છે. સાથે જ નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસે 5 હજાર વાહનો પણ જપ્ત કર્યા છે. એટલું જ નહીં અમદાવાદ પોલીસે ભયજનક ડ્રાઈવિંગના 580 કેસ નોંધ્યા છે.
કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી
એક દિવસ અગાઉ જ શહેરના એસ.જી હાઈવે પર પોલીસની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. જે બાદ પોલીસે કારમાં સવાર યુવક અને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતોને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ શરૂ કરાયું છે. આ અંતર્ગત એસ.જી હાઈવે પર ગઈકાલે રાત્રે પોલીસની ટીમ વાહનોનું ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી.
ઈસ્કોન બ્રિજ પરના અકસ્માત બાદ પોલીસ એક્ટિવ મોડમાં
આ કારમાં એક યુવક અને એક યુવતી હતા. જે બાદ પોલીસે દારૂની બોટલ જપ્ત કરી કારમાં સવાર યુવક અને યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગત 19 જુલાઈએ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 9 લોકોના જીવ લીધા બાદ પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, અને સતત ડ્રાઈવ યોજી બેફામ વાહન હંકારતા લોકો પર તવાઈ બોલાવી રહી છે.